Gold Price Today: સોનું 9200 રૂપિયા થયું સસ્તું, આજે 1000 સુધી તૂટી ચાંદી
શું સોનું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘણા દિવસોથી સોનું વાયદા બજાર અને સોની બજાર બંને જગ્યાએ સસ્તુ થઇ રહ્યું છે. ગત થોડા દિવસો પહેલાં જ 48,000 રૂપિયા તરફ વધી રહેલું સોનું ફરી 47,000 નીચે સરકવા માટે તૈયાર છે.
Trending Photos
Gold, Silver Rate Update, 28 April 2021: શું સોનું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘણા દિવસોથી સોનું વાયદા બજાર અને સોની બજાર બંને જગ્યાએ સસ્તુ થઇ રહ્યું છે. ગત થોડા દિવસો પહેલાં જ 48,000 રૂપિયા તરફ વધી રહેલું સોનું ફરી 47,000 નીચે સરકવા માટે તૈયાર છે. ચાંદી પણ જોરદાર ઘટાડો નોંધાયો છે.
MCX Gold: મંગળવારે સોનું એકદમ સુસ્તી સાથે ખુલ્યું હતું. દિવસ જતાં તેમાં વધુ ઘટાડો નોંધાયો. અંતે MCX પર સોનું જૂન વાયદા 170 રૂપિયાની નબળાઇ સાથે 47300 રૂપિયાની આસપાસ બંધ થયું. જોકે ઇંટ્રા ડેમાં સોનું વાયદા 47515 સુધી પણ પહોંચ્યું. આ અઠવાડિયે શરૂ થયેલો ઘટાડો આજે પણ યથાવત રહેશે. સોનું અત્યારે 290 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 47000 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. સોનું ગત અઠવાડિયાની ઉંચાઇથી 850 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઇ ચુક્યું છે.
આ અઠવાડિયે સોનાની ચાલ
દિવસ સોનું (MCX જૂન વાયદા)
સોમવાર 47462/10 ગ્રામ
મંગળવાર 47303/10 ગ્રામ
બુધવાર 47000/10 ગ્રામ
ગત અઠવાડિયે સોનાની ચાલ (19-23 એપ્રિલ)
દિવસ સોનું (MCX જૂન વાયદા)
સોમવાર 47393/10 ગ્રામ
મંગળવાર 47857/10 ગ્રામ
બુધવાર 48228/10 ગ્રામ
ગુરૂવાર 47772/10 ગ્રામ
શુક્રવાર 47532/10 ગ્રામ
સોનાની ચાલ (12-16 એપ્રિલનું અઠવાડિયું)
દિવસ સોનું (MCX જૂન વાયદા)
સોમવાર 46419/10 ગ્રામ
મંગળવાર 46975/10 ગ્રામ
બુધવાર 46608/10 ગ્રામ
ગુરૂવાર 47175/10 ગ્રામ
શુક્રવાર 47353/10 ગ્રામ
સોનાની ચાલ (5-9 એપ્રિલનું અઠવાડિયું)
દિવસ સોનું (MCX જૂન વાયદા)
સોમવાર 44598/10 ગ્રામ
મંગળવાર 45919/10 ગ્રામ
બુધવાર 46362/10 ગ્રામ
ગુરૂવાર 46838/10 ગ્રામ
શુક્રવાર 46593/10 ગ્રામ
સોનું ઉચ્ચતમ સ્તરથી લગભગ 9200 રૂપિયા સસ્તુ
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાને 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરીએ તો સોનું 25 ટકા તૂટ્યું છે, સોનું MCX પર 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
MCX Silver: જ્યાં સુધી ચાંદીની વાત કરીએ તો ચાંદીના મે વાયદો આજે મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. MCX ના મે ચાંદી વાયદા 950 રૂપિયા પ્રતિ કિલોની નબળાઇ સાથે 68000 લેવલના આસપાસ કારોબાર કરી રહ્યો છે. સોમવારે ચાંદી વાયદા 200 રૂપિયાની મજબૂતી સાથે બંધ થઇ હતી.
ગત અઠવાડિયે ચાંદીની ચાલ (19-23 એપ્રિલ)
દિવસ ચાંદી (MCX - મે વાયદા)
સોમવાર 68324/કિલો
મંગળવાર 68745/કિલો
બુધવાર 70338/કિલો
ગુરૂવાર 69218/કિલો
શુક્રવાર 68674/કિલો
ચાંદીની ચાલ (12-16 એપ્રિલનું અઠવાડિયું)
દિવસ ચાંદી (MCX - મે વાયદા)
સોમવાર 66128/કિલો
મંગળવાર 67656/કિલો
બુધવાર 67638/કિલો
ગુરૂવાર 68540/કિલો
શુક્રવાર 68684/કિલો
ચાંદીની ચાલ (5-9 એપ્રિલનું અઠવાડિયું)
દિવસ ચાંદી (MCX - મે વાયદા)
સોમવાર 64562/કિલો
મંગળવાર 65897/કિલો
બુધવાર 66191/કિલો
ગુરૂવાર 67501/કિલો
શુક્રવાર 66983/કિલો
ચાંદી પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 11980 રૂપિયા સસ્તી
ચાંદીનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબ ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તરથી 11980 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીના મે વાયદા 68600 રૂપિયા પ્રતિ કિલો પર છે.
સોની બજારમાં સોના-ચાંદી
India Bullion and Jewellers Association એટલે કે IBJA ના અનુસાર સોની બજારમાં સોનું અને ચાંદી સસ્તી થઇ છે. મંગળવારે સોની બજારમાં સોના ભાવ 47383 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે સોમવારે 47351 રૂપિયા હતો. પરંતુ સોની બજારમાં ચાંદી મોંઘી થઇ છે. ચાંદી ગઇકાલે 68853 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર વેચાઇ, જ્યારે સોમવારે 68425 રૂપિયા ભાવ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે