Gold Rate Today: નવા વર્ષ પહેલા સોનામાં ભારે ઉથલપાથલ, જુઓ ગગડીને ક્યાં પહોંચી ગયું, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનાના ભાવ આજે ગગડી ગયા છે. અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવવાથી કોમેક્સ પર સોનું 2080 ડોલરના સ્તરેથી નીચે ગયું છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...

Gold Rate Today: નવા વર્ષ પહેલા સોનામાં ભારે ઉથલપાથલ, જુઓ ગગડીને ક્યાં પહોંચી ગયું, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate Today: નવું વર્ષ બસ શરૂ થવાની તૈયારીમાં જ છે. તે પહેલા બુલિયન માર્કેટમાં સોનામાં કડાકો જોવા મળ્યો છે. વિદેશી અને ઘરેલુ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ છે જેની પાછળનું કારણ અમેરિકી બોન્ડ યીલ્ડના વધવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે. યીલ્ડ ઉછળવાથી બુલિયન માર્કેટમાં સોના પર દબાણ જોવા મળ્યું છે. 

વાયદા બજારમાં સોનાના ભાવ
વાયદા બજારમાં સોનું અને ચાંદી તૂટ્યા છે. MCX પર સોનાનો ભાવો 114 રૂપિયા તૂટ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 63275 રૂપિયાના સ્તરે છે જ્યારે ચાંદીનો ભાવ 684 રૂપિયા ગગડીને 74275 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 120 રૂપિયા તૂટીને 63332 રૂપિયાના સ્તરે છે. આ અગાઉ ગઈ કાલે સાંજે 10 ગ્રામ સોનું 192 રૂપિયા ગગડીને 63452 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 110 રૂપિયા તૂટીને 58012 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 875 રૂપિયા ગગડને 73758 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

No description available.

વિદેશી બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ 3 અઠવાડિયાના હાઈથી સરકી ગયો છે. અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી કોમેક્સ પર સોનું 2080 ડોલરની સપાટીથી નીચે ગયો છે. ચાંદી પણ 24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. અત્રે જણાવવાનું કે ઈકોનોમિક આઉટલુકના કારણે રોકાણકારો બોન્ડસ તરફ વળતા દેખાયા છે. 10 યર બોન્ડ યીલ્ડ 3.84 ટકા પર પહોંચી ગયો છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news