લગ્નગાળા ટાણે જ અચાનક સોનામાં કેમ આવી અંધાધૂંધ તેજી જોવા મળી? સપનામાં પણ નહીં વિચાર્યું હોય આ કારણ!

Gold Rate in India: છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો. રેકોર્ડબ્રેક ભાવવધારાથી લોકો માટે સોનું ખરીદવું એક સપના જેવું બનવા લાગ્યું છે. ત્યારે એક વિચાર આવે કે આટલા ભાવ વધારા પાછળ કારણ શું? અચાનક સોનું કેમ આટલું બધુ ઉછળ્યું?

લગ્નગાળા ટાણે જ અચાનક સોનામાં કેમ આવી અંધાધૂંધ તેજી જોવા મળી? સપનામાં પણ નહીં વિચાર્યું હોય આ કારણ!

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો. રેકોર્ડબ્રેક ભાવવધારાથી લોકો માટે સોનું ખરીદવું એક સપના જેવું બનવા લાગ્યું છે. ત્યારે એક વિચાર આવે કે આટલા ભાવ વધારા પાછળ કારણ શું? અચાનક સોનું કેમ આટલું બધુ ઉછળ્યું? સોનાના લેટેસ્ટ ભાવ જોઈએ તો IBJA વેબસાઈટ મુજબ સોનું ગઈ  કાલે સવારે તો કડાકા સાથે જોવા મળ્યું હતું પરંતુ સાંજે 999 પ્યોરિટીનું 10 ગ્રામ સોનું 215 રૂપિયા વધીને 69882 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે ચાંદી 128 રૂપિયા ઘટીને 79096 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે સોનામાં આટલો ઉછાળો કેમ જોવા મળ્યો? 

વધુ ખરીદવામાં આવ્યું?
મીડિયા રિપોર્ટમાં કેડિયા કોમોડિટિઝના  પ્રેસિડેન્ટ અજય  કેડિયાએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં દુનિયાભરના દેશોની કેન્દ્રીય બેંકના સોનાના ભંડારમાં 19 ટનનો વધારો જોવા મળ્યો. જે સતત નવમાં મહિને વધારો છે. એ રીતે જોઈએ ટેક્નિકલી તો સોનું જરૂર કરતા વધુ ખરીદવામાં આવ્યું હોય તેવું લાગે છે. જો કે સોનામાં લાંબા ગાળાની તેજીથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ ટેક્નિકલ ઘટાડાની આશા છે. 

કેન્દ્રીય બેંકોએ ખુબ ખરીદ્યું સોનું
જો કે ફેબ્રુઆરીની ખરીદી જાન્યુઆરીની કુલ 45 ટનથી 58 ટકા ઓછી હતી. વર્ષ દર વર્ષેના આધાર પર, કેન્દ્રીય બેંકોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં 64 ટન જોડ્યું. જે 2022માં ચાર ગણો વધારો છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના સૌથી મોટી ખરીદાર હતી. જેણે પોતાના સોનાના ભંડારને વધારીને 2257 ટન કરી દીધો. ભંડાર સતત 16 મહિના સુધી વધ્યો છે. નેશનલ બેંક ઓફ કઝાકિસ્તાને ફેબ્રુઆરીમાં પોાતના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો કર્યો. જેનાથી કુલ હોલ્ડિંગ્સ વધીને 306 ટનથી વધુ થઈ ગયો. ફેબ્રુઆરીમાં ભારતીય રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો થયો. જેનાથી તેની વાર્ષિક ખરીદી 13 ટનથી વધુ થઈ, અને કુલ સોનાનું હોલ્ડિંગ 817 ટન થઈ ગયું. 

6 મહિનામાં 23 ટકા જેટલો વધ્યો ભાવ
એમસીએક્સ ગોલ્ડ છેલ્લા 6 મહિનામાં લગભગ 23 ટકા જેટલો વધ્યો છે. જે સુધારના સંભવિત જોખમનો સંકેત આપે છે. છ મહિનામાં સોનું લગભગ 500 ડોલર પ્રતિ ઔંસ વધી ગયું છે. જેનાથી કોમેક્સમાં તેજી વધી છે. કેડિયાએ જણાવ્યું કે સોનામાં આવેલી તેજીથી અનેક લોકો પાસે હાલ મોંઘી સંપત્તિ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. જ્યારે સોનાનું સમર્થન આપવા માટે વ્યાજ દરનો અભાવ છે. સોનાના ભાવ વધવાનું એક કારણ એ પણ છે કે અમેરિકી ડોલરની વધતી કિંમત એક વધુ ફાયદાકારક સુરક્ષિત ઠેકાણું બન્યું છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news