તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો કેમ
Trending Photos
નવી દિલ્હી: મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.
પેનલ્ટી ચૂકવવી પડી શકે છે
કોઇપણ સેલરી એકાઉન્ટમાં ત્રણ મમહિના સુધી સેલરી ન આવતાં તે સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઇ જાય છે. સેવિંગ એકાઉન્ટમાં ફેરવાઇ જતાં એકાઉન્ટને લઇને બેંક નિયમ બદલાઇ જાય છે. પછી બેંક તેને સેવિંગ એકાઉન્ટના રૂપમાં ટ્રીટ કરે છે. બેંકના નિયમ અનુસાર, સેવિંગમાં એક ન્યૂનતમ રકમ મેનટેન કરવાની જરૂર હોય છે. જો તમે આ મેનટેન કરી શકતા નથી તો તમારે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે અને તમારા ખાતામાં જમા રકમમાંથી બેંક પૈસા કાપી શકે છે.
ક્રેડિટ સ્કોર થાય છે ખરાબ
એકથી વધુ નિષ્ક્રિય એકાઉન્ટથી તમારો ક્રેડિટ સ્કોર પણ તેની ખરાબ અસર પડી શકે છે. તમારા ખાતામાં ન્યૂનતમ બેલેન્સ મેનટેન નહી હોવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. એટલા માટે ક્યારેય પણ નિષ્ક્રિય એકાઉન્ટને હળવામાં લેશો નહી અને નોકરી છોડવાની સાથે જ તે એકાઉન્ટને બંધ કરાવી દો.
ફાઇનાશિયલ નુકસાનની શક્યતા
નિષ્ક્રિય ખાતાનો યોગ્ય ઉપયોગ ન કરવાથી ફાઇનાશિયલ નુકસાન પણ થાય છે. ઉદાહરણ તરીકે માની લઇએ કે તમારી પાસે ચાર એકાઉન્ટ છે જેમાં ન્યૂનતમ બેલેન્સ 10,000 રૂપિયા હોવું જોઇએ. તેના પર તમને 4 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળે છે.
એટલે કે તમારે લગભગ 16000 રૂપિયા વ્યાજ મળશે. હવે તમે આ ચાર એકાઉન્ટને બંધ કરી તે પૈસાને મ્યુચુઅલ ફંડની સ્કીમમાં નાખો છો અને ઓછામાં ઓછા 8 ટકાના દરથી વ્યાજ મળતાં તમને 3200 રૂપિયા મળશે, જ્યારે સેવિંગ એકાઉન્ટથી ફક્ત 16000 રૂપિયા જ મળશે. એટલા માટે નિષ્ક્રિય એકાઉન્ટમાં પૈસા છોડવાને બદલે કાઢીને બીજા એકાઉન્ટમાં નાખવા ફાયદો સોદો હોય છે.
સુરક્ષાના દ્વષ્ટિકોણથી પણ યોગ્ય નથી
ઘણી બેંકોમાં એકાઉન્ટ હોવું સુરક્ષાની દ્વષ્ટિએ પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિ એકાઉન્ટનું સંચાલન નેટ બેકિંગ દ્વારા કરે છે. એવામાં બધાનો પાસવર્ડ યાદ રાખવો ખૂબ મુશ્કેલ કામ હોય છે. નિષ્ક્રિય એકાઉન્ટનો ઉપયોગ ન કરવાથી તેની સાથી ફ્રોડ અથવા છેતરપિંડીનો ચાન્સ ખૂબ વધી જાય છે, કારણ કે તમે લાંબા સમય સુધી તેનો પાસવર્ડ બદલતા નથી. તેનાથી બચવા માટે એકાઉન્ટને બંધ કરાવો અને તેને નેટ બેકિંગને ડિલેટ જરૂર કરી દો.
ઇનકમ ટેક્સ ફાઇલ કરવામાં થાય છે મુશ્કેલી
વધુ બેંકોમાં એકાઉન્ટ હોવાથી ટેક્સ જમા કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પેપરવર્કમાં પણ વધુ માથાકૂટ કરવી પડે છે. સાથે જ ઇનકમ ટેક્સ ફાઇલ કરતી વખતે બધી બેંકો સાથે જોડાયેલી જાણકારીઓ રાખવી પડે છે. મોટાભાગે તેમના સ્ટેટમેન્ટનો રેકોર્ડ એકઠો કરવાનું કામ ખૂબ મુશ્કેલ થઇ જાય છે.
લાગે છે આ એક્સ્ટ્રા ચાર્જીસ
ઘણા એકાન્ટ હોવાથી તમારે વાર્ષિક મેટેનેંસ ફી અને સર્વિસ ચાર્જ ચૂકવવા પડે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય બેકિંગ સુવિધાઓ માટે પણ બેંક તમારી પાસેથી પૈસા વસૂલ કરે છે. તો અહીં પણ તમારે નુકસાન વેઠવું પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે