Multibagger Stock: આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, રોકાણકારોને કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ

Multibagger Penny Stock: જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ (jyoti resins and adhesive)સ્ટોકે વર્ષ 2014 બાદ રોકાણકારોની કિસ્મતને બદલી દીધી છે. આ શેર બીએસઇ પર લગભગ 1994 માં લિસ્ટ થઇ હતી. તે સમયે તેમની વેલ્યૂ લગભગ 3 રૂપિયાની આસપાસ હતી.. 

Multibagger Stock: આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, રોકાણકારોને કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ

Multibagger Stock 2023: શેરબજાર રોકાણકારોને માલામાલ બનાવી રહ્યું છે. જો તમે પણ શેરબજારમાંથી પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવા શેરના ઈતિહાસ વિશે જણાવીશું, જેણે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 5 કરોડ રૂપિયામાં ફેરવી દીધા છે. આ શેરનું નામ જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ (jyoti resins and adhesive) છે. આ શેરે વર્ષ 2014 પછી રોકાણકારોની કિસ્મત બદલી નાખી છે. આ સ્ટોક 1994ની આસપાસ BSE પર લિસ્ટ થયો હતો. તે સમયે તેની વેલ્યૂલગભગ 3 રૂપિયા હતી.

2014 પછી સ્ટોકમાં આવી તેજી
તમને જણાવી દઈએ કે 5 સપ્ટેમ્બર, 2014ના રોજ આ શેરની કિંમત 2.73 રૂપિયાના લેવલ પર હતી, પરંતુ ત્યારબાદ શેરના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, વર્ષ 2017માં આ શેર 57 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.

સ્ટોક 2020 થી રોકેટ બની ગયો સ્ટોક
વર્ષ 2020માં આ સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. કોરોના સમયગાળા દરમિયાન, આ શેરની કિંમત રૂ.100ના લેવલને વટાવી ગઈ હતી. તો બીજી તરફ 2021 માં રોકેટની જેમ દોડતા આ શેર પણ 500 રૂપિયાના સ્તરને પાર કરી ગયો અને આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ, આ શેરની કિંમત 1,400.45 રૂપિયાના લેવલ પર છે.

28,000 ટકા આપ્યું રિટર્ન
વર્ષ 2014 થી અત્યાર સુધીમાં આ શેરે તેના રોકાણકારોને 28,000 ટકા વળતર આપ્યું છે. બજારમાં એવા ઘણા ઓછા સ્ટોક છે જે આટલું વળતર આપે છે.

5 કરોડ રૂપિયા હોત તમારા ડીમેટ ખાતામાં
જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા કરોડોમાં ફેરવાઈ ગયા હોત. જો તમે વર્ષ 2014માં આ શેરમાં રોકાણ કર્યું હોત તો તમારા ખાતામાં 2.74 રૂપિયાના દરે 36630 શેર આવ્યા હોત અને આજે આ શેરની કિંમત 1400 રૂપિયાની આસપાસ છે, તો આ હિસાબે તમારી પાસે આજની તારીખે 5 કરોડથી વધુ રૂપિયા હોત. 

શું છે કંપનીનો બિઝનેસ?
તમને જણાવી દઈએ કે જ્યોતિ રેઝિન્સ એક કેમિકલ કંપની છે. કંપની કેમિકલ સંબંધિત બિઝનેસ સાથે સંકળાયેલી છે. તમને જણાવી દઈએ કે કંપની લાકડા અને પાઈપ પર ચોંટી જાય તેવા એડહેસિવ બનાવે છે. આ કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો તે લગભગ 1681 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ આ શેરની ફેસ વેલ્યુ લગભગ રૂ.10 છે. આ સ્ટૉકનું 52 સપ્તાહનું રેકોર્ડ સ્તર 1,818.45 રૂપિયા છે અને 52 સપ્તાહનું નીચલું સ્તર રૂપિયા 700.33 છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણના જોખમને આધીન છે અને રોકાણ પહેલાં પોતાના એડવાઇઝરથી પાસે ચર્ચા કરી લો.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news