હવે Whatsapp પરથી ઘરેબેઠા કરી શકશો McDonaldનો ઓર્ડર, આ રહી રીત

McDonald ઇન્ડીયાના ઓફિશિયલ વોટ્સઅપ નંબર  9953916666 પોતાના મોબાઇલમાં સેવ કરવો પડશે. ત્યારબાદ આ નંબર તમારા વોટ્સએપ ચેટ બોક્સમાં હાય લખીને મોકલવું પડશે. ત્યારબાદ તમારી પાસે મેન્યુની લિંક મળશે. 

હવે Whatsapp પરથી ઘરેબેઠા કરી શકશો McDonaldનો ઓર્ડર, આ રહી રીત

નવી દિલ્હી: જો તમને પણ McDonaldના બર્ગર્સ પસંદ છે તો આ સમાચાર તમારા માટે જ છે. હવે તમે તમારા Whatsapp પરથી તમારા મનપસંદ બર્ગર ઓર્ડર કરી શકશો. તેના માટે કંપનીએ વોટ્સઅપ પર આ ખાસ સુવિધા આપવામાં આવી છે. હાલ આ સુવિધા દિલ્હી એનસીઆરના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. એવામાં ગ્રાહક નવા વર્ષે ઘરેબેઠા McDonald ના બર્ગર અને ફ્રેંચ ફ્રાઇઝની મજા માણી શકો છો.  

આ નંબર મોબાઇલમાં કરી લો સેવ
વોટ્સએપ પર ઓર્ડર કરવા માટે કંપનીએ એક નંબર જાહેર કર્યો છે. દિલ્હી એનસીઆર માટે ઓર્ડર કરવા માટે McDonald ઇન્ડીયાના ઓફિશિયલ વોટ્સઅપ નંબર  9953916666 પોતાના મોબાઇલમાં સેવ કરવો પડશે. ત્યારબાદ આ નંબર તમારા વોટ્સએપ ચેટ બોક્સમાં હાય લખીને મોકલવું પડશે. ત્યારબાદ તમારી પાસે મેન્યુની લિંક મળશે. 

કેવી રીતે કરશો ઓર્ડર
મેન્યૂ પર તમારા મેક ડીના તમામ પ્રોડક્ટ ડિસ્પ્લે થશે. ત્યારબાદ તમારે મેન્યૂમાંથી તમારી મનપસંદ આઇટમને સિલેક્ટ કરવી પડશે. ત્યારબાદ તમે ઓર્ડર કરી શકો છો. આ સાથે જ તમારે તમારી ડિટેલ્સ જેમ કે તમારા વોટ્સએપ નંબર અને ડિલિવરી એડ્રેસ નોંધવા પડશે. ઓર્ડરની પુષ્તિ થયા બાદ, ઓર્ડર ડિટેલ્સ સાથે તમારા નંબર પર એક રિસિપ્ટ મોકલવામાં આવશે. 

ફક્ત દિલ્હી એનસીઆર માટે સર્વિસ
જો તમે દેશના કોઇ અન્ય શહેરમાં રહો છો તો તમારે આઉટલેટ જઇને જ ઓર્ડર કરવો પડશે. હાલ આ સર્વિસ ફક્ત દિલ્હી એનસીઆરના મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે. 

ક્યૂઆર કોડની સર્વિસ છે ઉપલબ્ધ
કંપનીએ એક વધુ એક સર્વિસ રજૂ કરી છે. જેમાં ગ્રાહક ફક્ત McDonald રેસ્ટોરેન્ટમાં ઉપલબ્ધ ક્યૂઆર કોડને સ્કેન કરીને તમારા મુજબ કોન્ટેક્ટલેસ સર્વિસ સિલેક્ટ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news