આ 34 વર્ષીય છોકરી સંભાળશે Tata Groupની જવાબદારી? રતન ટાટા સાથે છે ખાસ કનેક્શન

Ratan Tata: રતન ટાટાના સમયમાં ટાટા ગ્રુપે વેપાર જગતમાં એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. તેમના બાદ ગ્રુપની કમાન દિવંગત સાયરસ મિસ્ત્રી અને હવે એન ચંદ્રશેખરના હાથોમાં છે. પરંતુ હવે ચંદ્રશેખરન બાદ કોણ આ ગ્રુપને સંભાળશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે, આ એક મોટો સવાલ છે.

આ 34 વર્ષીય છોકરી સંભાળશે Tata Groupની જવાબદારી? રતન ટાટા સાથે છે ખાસ કનેક્શન

Who is Maya Tata: ટાટા ગ્રુપની ઓળખ દેશ અને દુનિયા બન્નેમાં છે. આ ઓળખ ગ્રુપના ભરોસે અને ક્વોલિટી બન્ને માટે છે. દેશમાં જ ટાટાનું મીઠાથી લઈને હવાઈ જહાજ સુધી બધો વેપાર છે. ટાટા ગ્રુપને આ મુકામ સુધી પહોંચાડવામાં જેઆરડી ટાટાથી લઈને રતનટાટાનું મોટું યોગદાન છે. રતન ટાટા બાદ ટાટા ગ્રુપની જવાબદારી સાયરસ મિસ્ત્રીએ સંભાળી. પરંતુ તેમનું એક કાર અકસ્માતમાં મોત થઈ ગયું. હાલ ટાટા ગ્રુપની કમાન એન ચંદ્રશેખરના હાથોમાં છે. તેમના પછી આ મોટા કારોબાર ગ્રુપને કોણ લીડ કરશે? આ સવાલ એવો છે જે આ ગ્રુપ સાથે જોડાયેલા લોકોના મનમાં ફર્યા કરે છે.

પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 34 વર્ષની માયા ટાટા દેશના સૌથી મોટા કારોબારી સામ્રાજ્યવાળા ટાટા ગ્રુપને લીડ કરવા જઈ રહી છે. રંગીન દુનિયાથી દૂર રહેનાર માયા ટાટા પોતાના કામમાં જોડાયેલી છે. સામાન્ય માણસની તો વાત જવા દો, તેમણે ટાટા ગ્રુપની અંદર પણ ખુબ ઓછા લોકો જાણે છે. આવો જાણીએ માયા ટાટા વિશે...

કોણ છે માયા ટાટા?
રતન ટાટાથી ખાસ સંબંધ રાખનાર માયા ટાટાની પાસે ગ્રુપ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. માયા ટાટા રિલેશનમાં રતન ટાટાની ભત્રીજી લાગે છે. માયા ટાટાનો જન્મ નોએલ ટાટા અને અલૂ મિસ્ત્રીના ઘરમાં થયો હતો. તેમના પિતા નોઅલ ટાટા, રતન ટાટાના રિલેશનમાં ભાઈ છે. તેમની માતા અલૂ મિસ્ત્રી, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન દિવંગત સાઈરસ મિસ્ત્રીની બહેન છે. મિસ્ત્રી ફેમિલીની સાઈરસ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ અને સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ મારફતે ટાટા સંસમાં 18.4 ટકાની ભાગેદારી છે. ટાટા સંસમાં તેમની મોટી ભાગેદારીને જોતા એવી આશા છે કે આવનાર સમયમાં તે ટાટા ગ્રુપની કમાન સંભાળશે.

આ જવાબદારીઓને સંભાળીને આગળ વધી
માયા ટાટાએ નાની ઉંમરમાં ટાટા ગ્રુપની ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેમણે યુકેમાં વોરવિક યુનિવર્સિટી અને બેયસ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. અહીં તેમણે વ્યાપાર જગતને સમજવા માટે જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કર્યું. તેમણે ટાટા કેપિટલના ફ્લેગશિપ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ, ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેમણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકારોના સંબંધોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ટાટા ન્યૂ એપને લોન્ચ કરવામાં મહત્વપૂર્ણ રોલ
માયાએ ટાટા ડિજિટલમાં કામ કરતા ટાટા નવી એપ લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ગ્રુપ માટે એક મોટી ઉપલબ્ધિ હતી. તેનાથી આગળ વધીને જવાબદારી લેવા અને નિભાવવા માટે તેમનું કદમ ગ્રુપ દ્વારા અવગણવામાં આવ્યું ન હતું. હાલમાં તેઓ ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ સભ્યોમાંના એક છે. કોલકાતામાં આવેલી આ એક કેન્સર હોસ્પિટલ છે, જેનું ઉદઘાટન રતન ટાટાએ 2011માં કર્યું હતું.

ઈકોનોમિક ટાઈમ્સના તાજેતરના અહેવાલમાં ટાટા ગ્રુપમાં માયાના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે ધીરે ધીરે મોટી જવાબદારીઓ નિભાવવાની તૈયારી કરી રહી છે. તેમની સૂક્ષ્મ પરંતુ પ્રભાવશાળી હાજરી તેમને ટાટા સામ્રાજ્યના ભવિષ્યમાં મુખ્ય ખેલાડી તરીકે ચિહ્નિત કરે છે. ટાટા સન્સની એજીએમમાં ​​માયાની ભૂમિકા જોયા પછી એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં જો ગ્રુપની જવાબદારી માયા ટાટાના હાથમાં જાય તો તે કોઈ મોટી આશ્ચર્યજનક વાત નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news