9 મેએ ઓપન થશે આ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 95-100 રૂપિયા, જાણો GMP
Nexus Select Trust IPO નો આઈપીઓ 9 મેએ ઓપન થઈ રહ્યો છે. કંપનીનો આ આઈપીઓ ઈન્વેસ્ટરો 11 મે સુધી સબ્સક્રાઇબ કરી શકશે. કંપનીએ આ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 95 રૂપિયાથી 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ (Nexus Select Trust IPO) આઈપીઓ આવી રહ્યો છે. કંપનીનો આઈપીઓ 9 મેએ ઓપન થશે. નેક્સસ સેલેક્ટના આઈપીઓની સાઇઝ 3200 કરોડ રૂપિયા છે. જેમાં ફ્રેશ ઈશ્યૂની સાથે ઓફર ફોર સેલ હેઠળ શેર જારી કરવામાં આવશે. નોંધનીય છે કે નેક્સસ REIT સેગમેન્ટની પ્રથમ કંપની હશે જે શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.
95થી 10 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ
નેક્સસનો આઈપીઓ પર દાંવ લગાવવા માટે 11 મે સુધી તક રહેશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 95 રૂપિયા પ્રતિ શેરથી 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તો આ આઈપીઓ માટે લોટ સાઇઝ 150 શેરની છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 15000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એન્કર ઈન્વેસ્ટર 8 મેથી નેક્સસનો આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકશે.
કંપનીનો આઈપીઓ 3200 કરોડ રૂપિયાનો છે, જેમાં 1400 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ અને 1800 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવશે. મહત્વનું છે કે કંપનીના આઈપીઓમાં દાંવ લગાવનારને 16 મેએ શેર એલોટ થઈ શકે છે. તો શેર બજારમાં 19 મેએ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. નેક્સસ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
શું ચાલી રહ્યો છે જીએમપી?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર આજે રવિવારે કંપનીના શેર ગ્રે માર્કેટમાં 5 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જે રોકાણકારો માટે આઈપીઓ ઓપન થતાં પહેલા સારા સંકેત છે. હવે જોવાનું રહેશે કે આઈપીઓને ઈન્વેસ્ટરોનો કેવો રિસ્પોન્સ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે