Petrol Price: ખુશખબર! તહેવારની સીઝન પર સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, આટલા ઘટી શકે છે ભાવ

Petrol Price Today Delhi: ગ્લોબલ માર્કેટમાં સતત ઘટી રહેલી કાચા તેલની કિંમતોને લીધે આવનારા દિવસોમાં ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિમતમાં ઘટાડો થઈ શકે છે. 

Petrol Price: ખુશખબર! તહેવારની સીઝન પર સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, આટલા ઘટી શકે છે ભાવ

નવી દિલ્હીઃ Petrol Price News: તહેવારોની સીઝનમાં સામાન્ય જનતાને મોટી રાહત મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં જારી કાચા તેલની બિકવાલીથી આવનારા દિવસોમાં ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. આશા કરવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સમયે ગ્લોબલ માર્કેટમાં બ્રૂન્ટ ક્રૂડ 92 ડોલર પ્રતિ બેરલથી નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો ક્રૂડની કિંમતોમાં પણ આશરે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

કાચા તેલની કિંમતોમાં ઘટાડાની પડશે અસર
કાચા તેલની કિંમતોમાં સતત થઈ રહેલા ઘટાડાની ઈન્ડિયન ઇકોનોમી પર પોઝિટિવ અસર જોવા મળશે. ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડાથી ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી જશે. આ સાથે રિટેલ ફુગાવાનો દર પણ નીચો આવશે. 

મંદીની છે આશંકા
કાચા તેલની કિંમતોમાં જારી ઘટાડાનું કારણ વ્યાજદરોમાં વધારો છે. આ સિવાય ચીનમાં થયેલા લૉકડાઉનને કારણે પણ મંદીની આશંકા છે. નોંધનીય છે કે ચીન ઈન્ડિયાના સૌથી મોટા ઇમ્પોર્ટરમાંથી એક છે. તેની સીધી અસર ડિમાન્ડ પર પડશે. 

22 મે બાદ થયો નથી ફેરફાર
તમને જણાવી દઈએ કે દેશમાં 22 મેએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરકાર તરફથી એક્સાઇઝ ડ્યૂટી ઘટાવ્યા બાદ ફેરફાર થયો હતો. પરંતુ ત્યારબાદ મહારાષ્ટ્ર અને મેઘાલયમાં પણ તેલની કિંમતમાં ફેરફાર થયો છે. 

આ છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉમાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news