Post Office Scheme: પોસ્ટ ઓફિસની સ્કીમમાં 10,000 રૂપિયા લગાવવા પર મળશે 7 લાખ રૂપિયા, જાણો વિગત
દેશની સૌથી મોટી સરકારી સંસ્થા પોસ્ટ ઓફિસ ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરી ફાયદો ઉઠાવે છે. આ સમયે પોસ્ટ ઓફિસની એક સ્કીમ ઈન્વેસ્ટરો વચ્ચે ખુબ લોકપ્રિય બની રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Post Office RD Scheme: દેશની સૌથી મોટી સરકારી સંસ્થા પોસ્ટ ઓફિસ અનેક સરકારી યોજના ચલાવે છે. જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરી ફાયદો ઉઠાવે છે. આ સમયે પોસ્ટ ઓફિસની એક સ્કીમ ઈન્વેસ્ટરો માટે હિટ સાબિત થઈ રહી છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં પાંચ વર્ષના રોકાણ પર જોરદાર રિટર્ન મળી રહ્યું છે. સરકારે આ ક્વાર્ટર માટે વ્યાજદર પણ વધારી દીધો છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકારોને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં. જ્યાં મોટું રિટર્ન મળી રહ્યું છે.
10 હજારના રોકાણ પર મળશે આટલા લાભ
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ પ્રમાણે જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં દર મહિને 10000 રૂપિયા રોક્યા છે તેને પાંચ વર્ષ બાદ 7,10,000 રૂપિયા મળશે. તે પાંચ વર્ષમાં છ લાખ રૂપિયા જમા કરશે અને 1 લાખ 10 હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે.
આ તારીખથી જમા કરવા પડશે રૂપિયા
જો તમે પોસ્ટ ઓફિસમાં 1થી 15 તારીખ વચ્ચે આરડી એકાઉન્ટ ખોલાવો છો તો તમારે દર મહિનાની 15 તારીખે રોકાણ કરવું પડશે. જો 15 તારીખે એકાઉન્ટ ખોલાવો છો તો 15 દિવસ બાદ મહિનાના અંત સુધી પૈસા જમા કરવા પડશે.
1 જુલાઈથી નવા વ્યાજદર લાગૂ
પોસ્ટ ઓફિસનો નવો વ્યાજદર 1 જુલાઈથી લાગૂ થઈ ગયો છે. આ યોજનામાં વાર્ષિક વ્યાજનો લાભ મળે છે. પરંતુ તેની ગણતરી ક્વાર્ટરના આધારે થાય છે. સરકાર દર મહિનાના ક્વાર્ટરની શરૂઆતમાં તેનો વ્યાજદર નક્કી કરે છે. પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમ 5 વર્ષ માટે છે. તેને ફરી પાંચ વર્ષ માટે વધારી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે