રેલવે બજેટ 2019 : રેલવેને મળ્યા 64,587 કરોડ, વંદે ભારત એક્સપ્રેસ સાથે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે
નાણા મંત્રી પીયૂષ ગોયલે આજે સંસદમાં બજેટ 2019 રજૂ કરતાં રેલવે માટે પણ ખાસ જાહેરાત કરી, એમણે કહ્યું કે, રેલવેને એક લાખ કરોડ કરતાં પણ વઘુ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા સાથે એમને વર્લ્ડ ક્લાસની સુવિધાઓ આપવા પ્રયાસ કરાશે
Trending Photos
નવી દિલ્હી : નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ 2019 રજૂ કરતાં સંસદમાં જાહેરાત કરી કે આ વર્ષે રેલવે બજેટ 64 હજાર 587 કરોડ રૂપિયાનું હશે. તેમણે કહ્યું કે, રેલવે પર અંદાજે એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે.
નાણામંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ સાથે દેશમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓની શરૂઆત કરાશે. જે ખાસ કરીને ભારતીય એંજિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. વધુમાં એમણે કહ્યું કે, આ વર્ષ ભારતીય રેલ માટે સુરક્ષિત રહ્યું અને દેશમાં એક પણ માનવરહિત ક્રોસિંગ નથી રહ્યું.
વધુમાં તેમણે કહ્યું કે, ભારત ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું સભ્ય બન્યું છે જે મોટી સિધ્ધિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે