મુકેશ અંબાણીની તિજોરી પૈસાથી છલકાઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રચ્યો ઇતિહાસ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી જે બિઝનેસમાં હાથ નાખે છે એ સોનાનો બની જાય છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા એક વર્ષમાં 37 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. હવે એ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. મુકેશ અંબાણીની આ કંપનીએ મોટો ઇતિહાસ રચી દીધો છે કારણ કે આવી સિદ્ધિ બીજી કોઈ કંપની મેળવી શકી નથી. હકીકતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) દેશની પહેલી એવી કંપની બની ગઈ છે જેનું માર્કેટ કેપિટલાઇઝેશનટ 8 લાખ કરોડ રૂ. કરતા વધારે છે.

મુકેશ અંબાણીની તિજોરી પૈસાથી છલકાઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી જે બિઝનેસમાં હાથ નાખે છે એ સોનાનો બની જાય છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા એક વર્ષમાં 37 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. હવે એ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. મુકેશ અંબાણીની આ કંપનીએ મોટો ઇતિહાસ રચી દીધો છે કારણ કે આવી સિદ્ધિ બીજી કોઈ કંપની મેળવી શકી નથી. હકીકતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) દેશની પહેલી એવી કંપની બની ગઈ છે જેનું માર્કેટ કેપિટલાઇઝેશનટ 8 લાખ કરોડ રૂ. કરતા વધારે છે.

ગુરુવારે RILના સ્ટોકમાં 1.5 ટકાથી વધારે તેજી જોવા મળી છે અને આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને આ સફળતા મળી છે. એ 8 લાખ કરોડના માર્કેટ કેપવાળી પહેલી કંપની બની ગઈ છે. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર જેવો 1.27 ટકા ઉછળ્યો અને એક શેરની કિંમત 1,262 રૂ. સુધી પહોંચી કે તરત માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂ.ને પાર કરી ગઈ. હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્કેટ કેપિટલાઇઝેશનના મામલામાં TCSને પાછળ છોડી દીધું છે. TCSની માર્કેટ કેપ 7,77,870 કરોડ રૂ. છે. 
 
તેલથી માંડીને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાવાળી કંપની RILની 41મી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે RILનું લક્ષ્ય 2025 સુધી બમણો વિસ્તાર કરવાનું છે. માર્કેટ એક્સપર્ટના તારણ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હાલમાં જ પોતાની બ્રોડબેન્ડ સર્વિસ ગીગાફાઇબરના લોન્ચિંગનું એલાન કર્યું હતું. એને દિવાળી સુધી લોન્ચ કરી શકાય છે. આ સિવાય વધારાના ફિચર્સ સાથે JIO ફોન-2ના લોન્ચિંગ તેમજ આકર્ષક ઓફર્સના કારણએ સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધવા જેવા કારણોને લીધે પણ કંપનીના શેરને સપોર્ટ મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news