SBIએ પોતાના ખાતાધારકોને આપી બીજી કોઈ બેંક ન આપતી હોય એવી સુવિધા
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના યુઝર્સને મોટી ગિફ્ટ આપી છે
Trending Photos
નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ખાતેદારોને એક મોટી ગિફ્ટ આપી છે જેના પગલે ડેબિટ કાર્ડ વાપરતી વખતે જે એક ડર રહેતો હતો એ હવે નહીં રહે. SBIએ હવે એવું ATM કાર્ડ કાઢ્યું છે જેને યુઝર પોતે કંટ્રોલ કરી શકે છે. બેંક પોતાના ખાતેદારોને આ કાર્ડ આપી રહી છે. SBIની આ સુવિધા SBI ક્વિક એપ મારફતે મળશે. SBI ક્વિકમાં ATM કાર્ડ માટે અલગથી કેટલીક સુવિધા છે. આ એપ તમને ATM કાર્ડ બ્લોક કરવાની, ઓન કે ઓફ કરવાની તેમજ ATM પીન જનરેટ કરવાની સુવિધા આપે છે.
SBIના નવા એટીએમ કાર્ડની સિક્યુરિટીની તમામ વ્યવસ્થા યુઝર ક્વિક એપ મારફતે પોતાના સ્માર્ટફોનના માધ્યમથી જ કરી શકે છે. જોકે આ એપને ત્યારે જ વાપરી શકાશે જ્યારે એને બેંકમાં રજિસ્ટર્ડ નંબર પર ડાઉનલોડ કરવામાં આવી હોય. આ એપ રજિસ્ટ્રર્ડ નંબર પર ડાઉનલોડ થઈ જાય પછી તમે તમારા એટીએમ કાર્ડને જાતે જ ઓપરેટ કરી શકો છો. જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય અને તમારે એને બ્લોક કરવું હોય તો એટીએમ કમ ડેબિટ કાર્ડના ફિચરમાં જઈને કાર્ડ બ્લોકિંગ સિલેક્ટ કરવું પડશે. આ સેવા માટે કેટલોક ચાર્જ પણ આપવો પડશે. જો તમે એસએમએસ કરીને કાર્ડ બ્લોક કરાવવા માગતા હો તો BLOCK space ડેબિટ કાર્ડના છેલ્લા ચાર આંકડા લખીને 567676 પર એસએમએસ કરવો પડશે.
એસબીઆઇ ક્વિક એપ મારફતે યુઝર પોતાના એટીએમ કાર્ડને કોઈપણ એટીએમ મશીન, પીઓએસ મશીન, ઇ-કોમર્સ, ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વપરાશ માટે ઓન કે ઓફ કરી શકે છે. જો તમે મેસેજ કરીને આ એટીએમ ઓન કે ઓફ કરવા ઇચ્છો તો એ પણ વિકલ્પ મળશે. એટીએમ કંટ્રોલિંગ સિવાય એસબીઆઇ ક્વિકમા બેલેન્સ ઇ્ન્કવાયરી, મિની સ્ટેટમેન્ટ, કાર કે હોમ લોનની ડિટેઇલ, અકાઉન્ટ સ્ટેટમેન્ટ, હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ તેમજ એજ્યુકેશન લોન સર્ટિફિકેટ ઇ-મેઇલ મારફતે મેળવવાની સુવિધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે