સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે મહાઠગ અને જેકલીન ફર્નાન્ડિસની લવ સ્ટોરી

Film On Sukesh And Jacqueline Love Story: જેકલીન ફર્નાન્ડીઝ પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી કરોડો રૂપિયાના ગિફ્ટ લીધા છે. આ મામલે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. રીયલ લાઇફમાં બનેલી આ ઘટનાઓ પર હવે ફિલ્મ બનવાની તૈયારી થઈ રહી છે.

સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે મહાઠગ અને જેકલીન ફર્નાન્ડિસની લવ સ્ટોરી

Film On Sukesh And Jacqueline Love Story: મહાઠગ સુકેશચંદ્રશેખર ૨૦૦ કરોડ રૂપિયાના મની લોર્ડિંગ કેસમાં દિલ્હીની જેલમાં કેદ છે. આ કેસમાં સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીન ફર્નાન્ડીઝ નું નામ પણ ચર્ચામાં આવે છે. જેલમાં બંધ હોવા છતાં પણ સુકેશ એક્ટ્રેસ પ્રત્યે પોતાનો પ્રેમ લેટર લખીને વ્યક્ત કરે છે. જેકલીન ફર્નાન્ડીઝ પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી કરોડો રૂપિયાના ગિફ્ટ લીધા છે. આ મામલે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. રીયલ લાઇફમાં બનેલી આ ઘટનાઓ પર હવે બોલિવૂડમાં ફિલ્મ બનવાની તૈયારી થઈ રહી છે.

આ પણ વાંચો:

ચર્ચાઓ છે કે ફિલ્મ મેકર આનંદ કુમાર સુકેશ ચંદ્રશેખરના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેના માટે આનંદ કુમાર સુકેશ અંગે જાણકારી એકત્ર કરવા તિહાર જેલમાં પણ ગયા હતા. આ અંગેની જાણકારી તિહાર જેલના જેલરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુકેશ વિશે જાણવામાં લોકોને ખૂબ જ રસ છે અને આ અંગે જાણવા માટે આનંદ કુમાર પણ જેલમાં આવ્યા હતા.

ચર્ચાઓ એવી પણ છે કે ફિલ્મ એકર આનંદ કુમાર ટૂંક સમયમાં આ ફિલ્મ પર કામ શરૂ કરી દેશે. તેની દિલ્હીમાં છ મહિના માટે એ હોટલ પણ બુક કરાવી છે. જોકે આ ફિલ્મની કાસ્ટિંગને લઈને કોઈ ખુલાસો થયો નથી. આ અંગે ફિલ્મે કર ટૂંક સમયમાં ખુલાસો કરી શકે છે. અંદાજ છે કે આ ફિલ્મ 2024 ના અંત સુધીમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news