#MeTooની જોરદાર ઈફેક્ટ, ‘હાઉસફુલ-4’માંથી સાજિદ ખાન બાદ હવે નાના પણ OUT
શુક્રવારે જ અક્ષય કુમારે આ જાહેરાત કરી હતી કે, તેઓ આવી ઘટનાઓને અંજામ આપનારી આવી કોઈ પણ વ્યક્તિ સાથે કામ નહિ કરે. અક્ષયે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ગત રાત્રે જ દેશમાં પરત ફર્યો છું, અને જે સમાચાર વાંચ્યા છે તે બહુ જ હેરાન કરી દે તેવી માહિતી છે.
Trending Photos
અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ-4 છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચામાં આવી છે. યૌન શોષણના આરોપોને પગલે જ્યાં એક દિવસ પહેલા જ ડાયરેક્ટર સાજિદ ખાન આ ફિલ્મથી દૂર થયો હતો. ત્યારે હવે નાના પાટેકરે પણ આ આરોપોને પગલે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મની ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, નાનાસાહેબ નથી ઈચ્છતા કે તેમના પર લાગેલા ખોટા આરોપોને પગલે કોઈને પણ તકલીફ થાય. આ જ કારણે તેમણે ફિલ્મ હાઉસફુલથી પોતાને દૂર કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના એક ગીતની શુટિંગ દરમિયાન ખોટી રીતે હાથ લગાવવાનો અને શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના 2008ની છે અને થોડા સમય પહેલા તનુશ્રીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ બાદ દેશભરમાં મહિલાઓની વચ્ચે #MeToo અભિયાને જોર પકડ્યું છે.
એક દિવસ પહેલા જ પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપોને પગલે હાઉસફુલ-4ના નિર્દેશક સાજિદ ખાને જાતે જ નૈતિક જવાબદારી સ્વીકારતા આ ફિલ્મના નિર્દેશનમાંથી દૂર થઈ ગયા હતા. સાજિદ ખાને જાહેર કરેલ નિવેદનમાં લખ્યું કે, મારી વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ અને મારો પરિવાર, પ્રોડ્યુસર અને ફિલ્મ હાઉસફુલ-4ના સ્ટાર્સ પર પડી રહેલા દબાણને પગલે હું મારી નૈતિક જવાબદારીઓને પગલે આ ફિલ્મના નિર્દેશક પદથી પોતાને અલગ કરું છું. હું મીડિયામાં મોજૂદ મારા તમામ સાથીઓને વિનંતી કરું છું કે, કૃપયા સત્યને બહાર આવ્યા વગર કોઈ નિર્ણય પર ન પહોંચો.
— Sajid Khan (@SimplySajidK) October 12, 2018
શુક્રવારે જ અક્ષય કુમારે આ જાહેરાત કરી હતી કે, તેઓ આવી ઘટનાઓને અંજામ આપનારી આવી કોઈ પણ વ્યક્તિ સાથે કામ નહિ કરે. અક્ષયે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ગત રાત્રે જ દેશમાં પરત ફર્યો છું, અને જે સમાચાર વાંચ્યા છે તે બહુ જ હેરાન કરી દે તેવી માહિતી છે. હું હાઉસફુલ-4ના પ્રોડ્યુસર્સને નિવેદન કરું છું કે કોઈ પણ એક્શન લેતા પહેલા આ ફિલ્મની શુટિંગ કેન્સલ કરી દેવામા આવે. આ એક એવી ઘટના છે, જેના પર કડક કાર્યવાહી લેવી જોઈએ. હું આવા કોઈ પણ શખ્સ સાથે કામ નહિ કરું, જે આવી ઘટનાઓમાં દોષી સાબિત થાય, અને આવી ઘટનાઓથી પીડિત વ્યક્તિને ન્યાય મળવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે