કેમ અમિતાભ પણ કરવા માંગતા હતા શોલેમાં ગબ્બરનો રોલ? જાણો કઈ રીતે બોલીવુડના 'ગબ્બર' બની ગયા અમજદખાન
Death Anniversary of Amjad Khan: બોલિવૂડના સ્ટાર અમઝદ ખાનને શોલે ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવ્યા હતા. આજે તેમની 30મી પૂણ્યતિથી છે. શોલેના ગબ્બર બનીને અમર થયા અમઝદ ખાન, એક અકસ્માત બાદ આખુ જીવન બદલાઈ ગયું.
Trending Photos
નવી દિલ્લીઃ આજે શોલેના ગબ્બર એટલે કે, અમઝદ ખાનની 30મી પૂણ્યતિથી છે. તેમનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે પણ તેમને લોકો ગબ્બરના નામથી જ ઓળખે છે. કિતને આદમી થે, તેરા ક્યાં હોગા કાલિયા,સો જા બેટા નહી તો ગબ્બર આ જાયેગા, જેવા શોલે ફિલ્મના ડાયલોગ આજ પણ લોકોને પસંદ આવી રહ્યા છે.
અઝમદ ખાનને દુનિયાને અલવિદા કહ્યાને આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ હજુ સુધી તેઓ લોકોના દિલમાં ગબ્બરના રૂપમાં જીવંત છે. 27 જુલાઈ 1992ના રોજ હાર્ટઅટેક આવતા અમઝદ ખાનનું નિધન થયુ હતુ, ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ડેની સહિત ઘણાં કલાકારોએ ગબ્બરસિંગના રોલને નકારી કાઢ્યો ત્યાર બાદ આ રોલ અમજદ ખાનને અપાયો હતો. એટલું જ નહીં ખુદ અમિતાભ બચ્ચન પણ એક ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છેકે, તેમને પણ સોલે ફિલ્મમાં ગબ્બરસિંગનો રોલ કરવાની ઈચ્છા હતી.
બાળ કલાકાર તરીકે કેરિયરની શરૂઆત કરી:
અમઝદ ખાનનો જન્મ 12 નવેમ્બર 1940માં બોમ્બેમાં થયો હતો. તેમના પિતા જકારિયા ખાન બોલિવૂડના જાણિતા અભિનાતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તેમના પિતા જયંતના નામથી ઓળખિતા હતા. અમઝદ ખાને પોતાનો અભ્યાસ બાંદ્રાના સેન્ટ એન્ડ્રૂઝ સ્કૂલથી કર્યો હતો. કોલેજના સમયથી જ તેઓ થિએટરમાં રસ ધરાવતા હતા. અમઝદ ખાને પોતાના કેરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 1951માં ફિલ્મ નાજનીનથી કરી હતી.
ફિલ્મ શોલેથી બન્યા જાણીતાઃ
અમઝદ ખાનની કિસ્મત શોલે ફિલ્મથી ચમકી હતી. 1975માં જ્યારે શોલે ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મથી અમઝદ ખાન રાતોરાત સ્ટાર બન્યા હતા. આ ફિલ્મમાં અમઝદ ખાનના ડાયલોટ એટલા ફેમસ થયા, કે હજુ સુધી લોકો તેમના ડાયલોગ બોલતા હોય છે. અમઝદ ખાને પોતાના કેરિયરમાં 132 ફિલ્મમાં કામ કર્યુ. અમઝદ ખાન કોઈ પણ રોલ હોય તેમા ફિટ થતા હતા, પરંતુ શોલેના ગબ્બરસિંહ અને મુકદ્દરના સિંકદરમાં દિલાવરના રોલથી પોતાનું નામ રોશન કર્યુ
એક અકસ્માતથી જીવન બદલાયું:
અકસ્માત બાદ અમઝદ ખાનનો ખરાબ દોર શરૂ થયો હતો. અમઝદ ખાન ધ ગ્રેટ ગેમ્બ્લર ફિલ્મની શૂટિંગ માટે ગોવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની ફ્લાઈટ મિસ થઈ હતી. જેથી તેમણે ગોવા કારથી જવાનો નિર્ણય કર્યો હતો. ગોવા જતા સમયે તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમઝદ ખાનની શરીરના હડકા તૂટ્યા હતા. સારવાર દરમિયાન અમઝદ ખાન કોમમાં જતા રહ્યા હતા. જ્યારે તેઓ સાજા થયા ત્યારે તેમને વ્હીલચેરનો સહારો લેવો પજ્યો હતો. આ અકસ્માત બાદ અમઝદ ખાનનું શરીર વધ્યું હતુ. 47 વર્ષની ઉમરે હાર્ટઅટેક આવતા તેમનું નિધન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે