લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં ફસાઈ પૂનમ પાંડે, દાખલ થયો કેસ
અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે વિરુદ્ધ લૉકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મુંબઈ પોલીસે લૉકડાઉનનો ભંગ કરવાના આરોપમાં રવિવારે મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે.
અધિકારીએ કહ્યું કે, મરીન ડ્રાઇવ પોલીસે પૂનમ પાંડે (Poonam Pandey) અને તેની સાથે આવેલા એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. તે કોઈ કારણ વગર પોતાની કારમાં મરીન ડ્રાઇવ ફરી રહી હતી.
પોલીસના એક વરિષ્ઠ નિરીક્ષક મૃત્યુંજય હિરેમઠે જણાવ્યું, પાંડે અને તેની સાથે ફરી રહેલા સૈમ અહમદ વિરુદ્ધ આઈપીસીની કલમ 269 અને 188 તથા રાષ્ટ્રીય આપદા અધિનિયમની જોગવાઈઓ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લોકડાઉનમાં સલમાન ખાને આપી મોટી સરપ્રાઈઝ, નવા સોન્ગનું ટીઝર લોન્ચ કર્યું
મહત્વનું છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે પૂનમ પાંડે પોતાના કોઈ કામને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ છે. આ પહેલા પણ પૂનમે ઘણીવાર કાયદાનો ભંગ કર્યો અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પડદા પર ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ફોલોઅર લાખોમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે