CRPF જવાન અને 8 વર્ષના બાળક પર આધારિત ફિલ્મ 'હામિદ' 15 માર્ચે થશે રિલીઝ

નિર્માતાઓએ ગત મહિને પુલવામામાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મની સિરીઝ તારીખ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. 
 

CRPF જવાન અને 8 વર્ષના બાળક પર આધારિત ફિલ્મ 'હામિદ' 15 માર્ચે થશે રિલીઝ

નવી દિલ્હીઃ એક આઠ વર્ષના બાળક અને એક સીઆરપીએફના જવાન વચ્ચે અનોખા સંબંધ પર આધારિત ફિલ્મ હામિદ હવે 15 માર્ચે રિલીઝ થશે. પહેલા આ એક માર્ચે રિલીઝ થવાની હતી. તેના નિર્માતાઓએ પુલવામામાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ તારીખ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. 

ડાયરેક્ટર એજાજ ખાને મંગળવારે એક નિદેવનમાં કહ્યું, દેશ દુખ અને અશાંતિની સ્થિતિથી પસાર થઈ રહ્યો હતો અને અમે આપણા દેશના લોકોની સાથે એક થવા ઈચ્છતા હતા. હામિદ શાંતિ, પ્રેમ અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે એકબીજાની મુશ્કેલીને સમજવા વિશે છે. અમને આશા છે કે ફિલ્મ આવા સમયમાં પ્રેમના મહત્વપૂર્ણ સંદેશને ફેલાવવામાં મદદ કરે છે. 

— taran adarsh (@taran_adarsh) March 5, 2019

ફિલ્મ હામિદ નામના એક યુવક વિશે છે કે કેમ સીઆરપીએફના જવાનની સાથે તેનો અનોખો સંબંધ બની જાઈ છે. કઈ રીતે વાતચીતથી બંન્ને એક બીજાની મુશ્કેલી સમજે છે અને એકબીજાની મદદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news