Bollywood Star: જાણો કોણ છે દેશના સૌથી મોટા ટેક્સપેયર સ્ટાર? વર્ષ 2024 માં ભર્યો 92 કરોડ ટેક્સ
Highest Tax Payer Indian Star: ફોર્ચ્યુન ઈંડિયાએ વર્ષ 2024 માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલેબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર, વિરાટ કોહલી, સલમાન ખાન સહિતના કલાકારોના નામ છે. આ બધા કલાકારોને શાહરુખ ખાને પાછળ છોડી દીધા છે.
Trending Photos
Highest Tax Payer Bollywood Star: ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિફ્ટમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. આ લીસ્ટ અનુસાર વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન છે. શાહરૂખ ખાને અમિતાભ બચ્ચન સહિત બધા જ કલાકારોને પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાને વર્ષ 2023 24 ના ફાઇનાન્સીયલ વર્ષમાં 92 કરોડ રૂપિયાનું ટેક્સ ચૂકવ્યો છે.
વર્ષ 2023 માં શાહરુખ ખાનની ફિલ્મો જેવી કે પઠાન, જવાન અને ડંકી આવી હતી. વર્ષ 2024 માં તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી તેમ છતાં તેણે ટેક્સ પેયર લીસ્ટમાં બધા જ કલાકારોને પાછળ છોડી દીધા છે. શાહરુખ ખાન એ વર્ષ 2023-24 નો 92 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. શાહરુખ ખાન પછી થલપતી વિજય 80 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.
સૌથી વધુ ટેક્સ ભરનાર કલાકારોની યાદીમાં સલમાન ખાન ત્રીજા નંબરે છે જેને 75 કરોડનો ટેક્સ ભર્યો છે. ત્યાર પછી અમિતાભ બચ્ચન ચોથા ક્રમે આવે છે જેને 71 કરોડનો ટેક્સ ભર્યો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી પાંચમાં નંબરે આવે છે તેણે 66 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે. સૌથી વધુ ટેક્સ ભરનાર ફીમેલ સેલિબ્રિટીની વાત કરીએ તો કરીના કપૂર ટોપ ટેનમાંથી પણ બહાર છે. તેણે 20 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે.
શાહરુખ ખાનની વાત કરીએ તો જાન્યુઆરી 2023 માં તેણે ઘણા વર્ષો પછી પઠાન ફિલ્મ સાથે કમબેક કર્યું હતું. દુનિયાભરમાં આ ફિલ્મની કમાણી 1000 કરોડથી વધુ હતી. ત્યાર પછી એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન આવી. આ ફિલ્મની કમાણી 1150 કરોડ રૂપિયા હતી. ત્યાર પછી શાહરુખ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થઈ જેને રાજકુમાર હીરાનીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની કમાણી પઠાણ અને જવાનું ફિલ્મ જેટલી ન હતી પરંતુ તેમ છતાં ફિલ્મની કમાણી 400 કરોડથી વધુ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે