ફિલ્મ નોટબુકના લીડ એક્ટર્સને એકબીજા સાથે વાત કરવાની હતી સખત મનાઇ!

ફિલ્મમાં આ ઇમોશનને જાળવી રાખવા માટે નિર્દેશન સીન થયા બાદ પણ બંને એક્ટર્સને વાત કરતાં અટકાવતા હતા. એટલું જ નહી, ફિલ્મના નિર્દેશકે બંને એક્ટર્સને શૂટ દરમિયાન એકબીજા સાથે વાત કરવા માટે સખત મનાઇ કરી હતી.

ફિલ્મ નોટબુકના લીડ એક્ટર્સને એકબીજા સાથે વાત કરવાની હતી સખત મનાઇ!

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ''નોટબુક' વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ સાબિત થઇ રહી છે. ફિલ્મના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતોને પ્રનતૂન અને ઝહીર ઇકબાલની વચ્ચે અજાણી પ્રેમ કહાણીના પ્રત્યે ઉત્સાહિત કરી દીધા છે. માર્ચના અંતિમ સપ્તાહમાં રિલીઝ થનાર ફિલ્મ ''નોટબુક''ને બે અજાણ્યા દિલોની પ્રેમ કહાણી જોવા મળશે જેમાં અંતર છતાં બંને એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે. 

ફિલ્મમાં આ ઇમોશનને જાળવી રાખવા માટે નિર્દેશન સીન થયા બાદ પણ બંને એક્ટર્સને વાત કરતાં અટકાવતા હતા. એટલું જ નહી, ફિલ્મના નિર્દેશકે બંને એક્ટર્સને શૂટ દરમિયાન એકબીજા સાથે વાત કરવા માટે સખત મનાઇ કરી હતી. એટલા માટે પ્રનતૂન અને ઝહીર ઇકબાલ પોતાના મોટાભાગનો સમય બાળકો સાથે વાત કરીને વિતાવતા હતા. ફિલ્મમાં એકસાથે કામ કરવા છતાં બંને એક્ટર્સ એકબીજાથી અજાણ્યા હતા અમે વાત ફિલ્મને વધુ સુંદર બનાવે છે. 

ફિલ્મ નોટબુકે પોતાની રિલીઝ પહેલાં જ દર્શકોના દિલોમાં ઘર કરી લીધું છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મના બે ગીતો 'નહી લગદા' અને 'લૈલા'ને સામાન્ય જનતા દ્વારા શાનદાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ રહી છે. આ પહેલાં સલમાન ખાને એક ભવ્ય લોન્ચમાં નોટબુકના ટ્રેલરને રિલીઝ કર્યું હતું જેને જનતા જનાર્દન દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત ''નોટબુક'' દર્શકોને એક રોમેન્ટિક સફર પર લઇ જશે, જેને જોઇને તમારા મનમાં પ્રશ્ન ઉદભવશે શું તમે કોઇ એવા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો જેને તમે ક્યારેય પણ મળ્યા નથી? નોટબુકને કાશ્મીરની સુંદર ઘાટીઓમાં શૂટ કરવામાં આવી છે, જેમાં બે પ્રેમી ફિરદૌસ અને કબીરની પ્રામાણિક પ્રેમ કહાણી  સાથે-સાથે બાળ કલાકારોની દમદાર કાસ્ટીંગ જોવા મળશે જે કહાણીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિલ્મ નોટબુક 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news