કેમેરાને જોતાં જ ગંદા ઇશારા કરવા લાગી દીપિકા, હાથમાં સિગરેટ સાથે જોવા મળ્યો શાહરૂખ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જલદી જ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'પઠાણ'. શાહરૂખ ખાન અને દીપિકા સ્ટારર ફિલ્મ 'પઠાણ' ના ઘણા ફોટોઝ વાયરલ થયા. આ દરમિયાન એક એવો ફોટો પણ સામે આવ્યો જેમાં દીપિકા એવા ઇશારા કરતી જોવા મળી રહી છે કે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા.

કેમેરાને જોતાં જ ગંદા ઇશારા કરવા લાગી દીપિકા, હાથમાં સિગરેટ સાથે જોવા મળ્યો શાહરૂખ

નવી દિલ્હી: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જલદી જ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'પઠાણ'. શાહરૂખ ખાન અને દીપિકા સ્ટારર ફિલ્મ 'પઠાણ' ના ઘણા ફોટોઝ વાયરલ થયા. આ દરમિયાન એક એવો ફોટો પણ સામે આવ્યો જેમાં દીપિકા એવા ઇશારા કરતી જોવા મળી રહી છે કે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. 

ગુસ્સામાં દીપિકા
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન અત્યારે સ્પેનમાં છે કારણ કે તે પોતાની આગામી ફિલ્મ 'પઠાણ' નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મના સેટ પરથી આવેલા ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે અને હવે જે તાજા તસવીરો સોશિયલ મીડિયા પર પર વાયરલ થઇ રહ્યા છે તેને લઇને ખૂબ બજ બનેલો છે. તાજેતરમાં જ વાયરલ ફોટામાં દીપિકા ખૂબ ગુસ્સામાં લાગી રહી છે અને તેની પાછળનું કારણ પહેલાં વાયરલ થઇ રહેલા ફોટા ગણવામાં આવી રહ્યા છે. 

દીપિકાના ફોટા થયા વાયરલ
આ સમગ્ર ઘટના પર પોતાની નિરાશા વ્યક્ત કરતાં દીપિકા એક ફોટોગ્રાફરને પોતાની મિડલ ફીંગર બતાવી રહી હતી, જ્યારે શાહરૂખ તેમની સાથે ઉભા હતા. ફોટામાં દીપિકાએ લોન્ગ વિંટર જેકેટ પહેરેલું જોવા મળી શકે છે જ્યારે શાહરૂખના હાથમાં સિગરેટ પકડેલી છે. તાજેતરમાં જ સેટ પરથી વધુ એક ફોટો શેર કર્યો, જેમાં દીપિકાને સફેદ અને નારંગી રંગના આઉટફિટમાં જોઇ શકાય છે, જ્યારે શાહરૂખને શર્ટ અને ડેનિમમાં તેમણે હાથમાં ડ્રિંક લીધેલું છે. 

શાહરૂખ અને દીપિકાની ફિલ્મ
ગત વખતે લીક થયેલી તસવીરમાં દીપિકા પૂલ સીકવેન્સ કરતી જોવા મળી હતી અને પોતાની ટીમના સભ્યો સાથે વાત પણ કરતી જોવા મળી હતી, ત્યારે તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ફેન્સ તેમના નવા લુકને લઇને ખૂબ ઉત્સાહી છે અને ફિલ્મના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન છેલ્લે 2018 માં 'ઝીરો' માં જોવા મળ્યો હતો. દીપિકા આ પહેલાં ફિલ્મ 'ગહરાઇયાં' માં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news