Hera Pheri 3 માં અક્ષય કુમાર સાથે જોવા મળશે સંજય દત્ત, બાબાએ જણાવ્યું કેવું છે ફિલ્મમાં તેનું કેરેક્ટર

Sanjay Dutt In Hera Pheri 3: Hera pheri 3 માં અક્ષય કુમાર સાથે સંજય દત્ત પણ જોવા મળશે. ચર્ચાઓ અનુસાર આ ફિલ્મમાં સંજય દત્ત એક ડોનના પાત્રમાં જોવા મળશે. એક મુલાકાત દરમિયાન સંજય દત્ત એ આ અંગે ખુલાસો કર્યો હતો.

Hera Pheri 3 માં અક્ષય કુમાર સાથે જોવા મળશે સંજય દત્ત, બાબાએ જણાવ્યું કેવું છે ફિલ્મમાં તેનું કેરેક્ટર

Sanjay Dutt In Hera Pheri 3: પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ હેરાફેરી બોલીવુડની સૌથી સફળ કોમેડી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોને હસાવે છે. હવે આ સુપરહિટ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. છેલ્લા ઘણા સમયથી હેરાફેરી 3 ચર્ચાનો વિષય બની છે. 

આ પણ વાંચો:

Hera pheri 3 માં અક્ષય કુમાર સાથે સંજય દત્ત પણ જોવા મળશે. ચર્ચાઓ અનુસાર આ ફિલ્મમાં સંજય દત્ત એક ડોનના પાત્રમાં જોવા મળશે. એક મુલાકાત દરમિયાન સંજય દત્ત એ આ અંગે ખુલાસો કર્યો હતો. સંજય દત્ત તે જણાવ્યું હતું કે હેરાફેરી 3 માં તે એક ડોનના પાત્રમાં જોવા મળશે. 

સંજય દત્ત તે આ ફિલ્મ વિશે આગળ જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સંજય દત્ત એ આ અંગે નિવેદન આપ્યું હતું કે તે ફિલ્મ હેરાફેરી થ્રી માં કામ કરી રહ્યો છે અને ટીમ સાથે કામ કરવાની તેને મજા આવી રહી છે. 

સંજય દત્તના આ ખુલાસા પછી ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે 2007માં આવેલી ફિલ્મ વેલકમમાં ફિરોઝ ખાને જે આરડીએક્સ ભાઈનું પાત્ર ભજવ્યું હતું તેવું જ પાત્ર સંજયદત હેરાફેરી 3 માં ભજવવા જઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news