સલમાન અને સૂરજ બડજાત્યા સાથે મળીને કરી રહ્યા છે ધમાલ ફિલ્મની તૈયારી! વિગતો જાણવા કરો ક્લિક

બોલિવૂડમાં એક્ટર સલમાન ખાન અને ડિરેક્ટર સૂરજ બડજાત્યાની ગણતરી સુપરહોટ જોડી તરીકે થાય છે.

સલમાન અને સૂરજ બડજાત્યા સાથે મળીને કરી રહ્યા છે ધમાલ ફિલ્મની તૈયારી! વિગતો જાણવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડમાં એક્ટર સલમાન ખાન અને ડિરેક્ટર સૂરજ બડજાત્યાની ગણતરી સુપરહોટ જોડી તરીકે થાય છે. આ બંનેએ સાથે મળીને હમ આપ કે હૈં કોન, મૈંને પ્યાર કિયા, હમ સાથ સાથે હૈં અને પ્રેમ રતન ધન પાયો જેવી ચાર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે આ બંને સાથે મળીને આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. આ મામલે ફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ મિડ-ડે સાથે વાત કરતા કહ્યું છે કે , "મેં આ ફિલ્મોનો આઇડિયા સલમાન સાથે ડિસ્કસ કર્યો છે. આ એક ફેમિલી ડ્રામા હશે જેમાં કોઈ એક્શન નહીં હોય. આ ફિલ્મમાં રાજશ્રી પ્રોડક્શનના તમામ તત્વો હશે. મારી ફિલ્મની સ્ક્રિપ્ટ જ્યારે પણ તૈયાર હશે ત્યારે સલમાન મારી સાથે હશે એવી તેણે ખાતરી આપી છે." 

હાલમાં સૂરજ આ ફિલ્મની જાહેરાત અને શૂટિંગ શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. સલમાન પણ હાલમાં તેની ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આ ફિલ્મની ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને એને સારી એવી સફળતા મળી છે. 

સૂરજ બડજાત્યાએ વિશેષમાં માહિતી આપી છે કે હું આ ફિલ્મ બનાવીશ પણ હાલમાં હું મારા નાના દીકરા અવિનાશની કરિયર પર ધ્યાન આપી રહ્યો છું. તે બહુ જલ્દી ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ પર કામ શરૂ કરશે. આમ, સૂરજ બડજાત્યાના ચાહકોને બહુ જલ્દી સલમાન તેમજ સૂરજની જોડીની નવી પારિવારીક ફિલ્મ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news