દીપેશ સાવંતનુ NCBને નિવેદન- બોલીવુડ છોડવા માગતો હતો સુશાંત


સુશાંત સિંહ રાજપૂત કેસ મામલામાં એનસીબીએ શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એનસીબીની પૂછપરછમાં દીપેશ સાવંતે દાવો કર્યો કે, તેણે સુશાંતને ગાંજો પીતા જોયો હતો અને સુશાંત બોલીવુડ છોડી દેવા માગતો હતો. 
 

 દીપેશ સાવંતનુ NCBને નિવેદન- બોલીવુડ છોડવા માગતો હતો સુશાંત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ તેની તપાસમાં નવો વળાંક આવ્યો છે. હવે મામલાની તપાસ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) પણ કરી રહી છે. રિયા અને શોવિક ચક્રવર્તીની ચેટ સામે આવ્યા બાદ ડ્રગ્સનો એંગલ સામે આવ્યો હતો. ત્યારબાદ આ કેસમાં એનસીબીએ 3 કથિક ડ્રગ્સ પેડરલર્સ સહિત શોવિક ચક્રવર્તી, સુશાંત હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને સ્ટાફ દીપેશ સાવંતને કસ્ટડીમાં લઈ લીધા છે. હવે દીપેશનું નિવેદન સામે આવ્યું છે, જેમાં દીપેશે કેટલાક ચોંકાવનારા દાવા કર્યાં છે. 

દીપેશનો દાવો- સુશાંતને ગાંજો પીતા જોયો
એનસીબીની પૂછપરછમાં દીપેશે દાવો કર્યો કે, તેણે સપ્ટેમ્બર 2018મા સુશાંતને મૈરૂઆના (ગાંજો) પીતા જોયો હતો. દીપેશે પોતાના નિવેદનમાં તે પણ દાવો કર્યો છે કે સુશાંત બોલીવુડ છોડી દેવા માગતો હતો. પરંતુ એનસીબી હજુ આ નિવેદનો પર વિશ્વાસ કરી રહી નથી, કારણ કે શોવિક અને સેમ્યુઅલ અલગ-અલગ નિવેદન આપી રહ્યા છે અને એજન્સી તેના નિવેદનો ભેગા થાય ત્યારબાદ કોઈ પરિણામ પર પહોંચવા ઈચ્છે છે. 

કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે? 

ડ્રગ ડીલિંગ થઈ તે નક્કી
પરંતુ અત્યાર સુધી એનસીબીની તપાસમાં એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે, આ મામલામાં ડ્રગ્સનું ખરીદ-વેચાણ સામેલ હતું. આ ખરીદ-વેચાણમાં સુશાંતનો સ્ટાફ અને શોવિક સામેલ હતો અને ડ્રગ્સ કથિત રૂપે સુશાંતના ઘર પર સપ્લાઇ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ડ્રગ્સનો કોણ-કોણ ઉપયોગ કરતું તે તપાસનો વિષય છે. 

રિયાના વકીલ પણ કરી ચુક્યા છે દાવો
મહત્વનું છે કે આ પહેલા રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદે પણ પોતાના નિવેદનમાં દાવો કરી ચુક્યા છે કે સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં રિયા ચક્રવર્તી આવ્યા પહેલા જ તે ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો. પરંતુ સુશાંતના પરિવારે આ દાવાનો જૂઠ્ઠા ગણાવ્યા છે. એજન્સી આ એંગલની પણ તપાસ કરી રહી છે કે કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકો ખુદને બચાવવા માટે તો સુશાંતના ડ્રગ એડિક્ટ હોવાનો દાવો કરી રહ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news