TMKOC: ટપુ સાથે પ્રેમ સંબંધ અગાઉ આ અભિનેતા સાથે થવાના હતા બબીતાજીના લગ્ન? ચોંકાવનારું છે નામ

નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા હાલ ખુબ ચર્ચામાં છે.

Trending Photos

TMKOC: ટપુ સાથે પ્રેમ સંબંધ અગાઉ આ અભિનેતા સાથે થવાના હતા બબીતાજીના લગ્ન? ચોંકાવનારું છે નામ

નવી દિલ્હી: નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા હાલ ખુબ ચર્ચામાં છે. સીરિયલમાં જેઠાલાલના પુત્ર ટપુનું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે તેના પ્રેમ સંબંધનો ખુલાસો થતા જાણે હડકંપ મચી ગયો છે. 

ટપુને ડેટ કરે છે મુનમુન?
આમ તો મુનમુન સોશિયલ મીડિયા પર પોતાના જીવનની નાનામાં નાની વાત શેર કરે છે પરંતુ આમ છતાં કેટલીક બેકડોર શોકિંગ જાણકારીઓ સામે આવી જાય છે. હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે તે ટપુ એટલે કે રાજ અનડકટને ડેટ કરી રહી છે. રાજ ઉંમરમાં તેના કરતા 9 વર્ષ નાનો છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે આવું પહેલીવાર નથી બન્યું આ અગાઉ પણ મુનમુનના લગ્નને લઈને ચર્ચા થઈ હતી. 

આ વ્યક્તિ સાથે લગ્નની ઉડી હતી ખબર
મુનમુન દત્તા ટીવી અભિનેતા વિનય જૈન સાથે લગ્ન કરવાની છે તેવી ચર્ચાઓ હતી. આંધી, ઈશ્ક સુભાન અલ્લાહ, દેખ તમાશા દેખ અને સ્વાભિમાન જેવા સુપરહીટ શોનો ભાગ રહી ચૂકેલા વિનય જૈન તે દિવસોમાં ખુબ લોકપ્રિય પણ હતો. રિપોર્ટ્સનું માનીએ તો અનેકવાર તે અને મુનમુન દત્તા સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેના લગ્નની અફવાઓ શરૂ થઈ ગઈ હતી અને પછી તો તેણે બરાબર તૂલ પણ પકડ્યું હતું. 

જેઠાલાલના દિલની ધડકન
આ અફવાઓએ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો હતો જો કે બાદમાં તે ખોટી સાબિત થઈ હતી અને અભિનેત્રીએ પોતે સિંગલ હોવાની વાત કબૂલી હતી. જ્યાં સુધી રાજ સાથેના સંબંધનો સવાલ છે તો આ ખબરો પર હજુ સુધી મુનમુન દત્તાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના હ્રદયના ધબકારા વધારી દેનારી મુનમુન દત્તા રિયલ લાઈફમાં પણ લાખો દિલોની ધડકન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news