સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા

શહેરનાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા નહીં આપવાના મુદ્દે છેલ્લા 24 કલાક થી ચાલી રહેલી ધમાચકડી વચ્ચે બે મહત્વના સમાચારો સામે આવ્યા છે. બુધવારે સાંજ થી લઇ ગુરુવારે સાંજ સુધી ભારે હંગામો મચ્યો હતો. ત્યારે ઝી 24 કલાક દ્વારા સતત આ મુદ્દે કવરેજ કરવામાં આવતા શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું હિત જોઈ નિર્ણય લેવાની ફરજ પડી હતી તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ ગાંધીનગર સુધી દોડ્યા હતા. તો બીજી તરફ હાઈકોર્ટે સ્કુલ સંચાલકોને છેતરપીંડીના કેસમાં શરતી જામીન આપ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ફી પરત કરવા સાથે 50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા

તેજશ મોદી/સુરત: શહેરનાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા નહીં આપવાના મુદ્દે છેલ્લા 24 કલાક થી ચાલી રહેલી ધમાચકડી વચ્ચે બે મહત્વના સમાચારો સામે આવ્યા છે. બુધવારે સાંજ થી લઇ ગુરુવારે સાંજ સુધી ભારે હંગામો મચ્યો હતો. ત્યારે ઝી 24 કલાક દ્વારા સતત આ મુદ્દે કવરેજ કરવામાં આવતા શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું હિત જોઈ નિર્ણય લેવાની ફરજ પડી હતી તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ ગાંધીનગર સુધી દોડ્યા હતા. તો બીજી તરફ હાઈકોર્ટે સ્કુલ સંચાલકોને છેતરપીંડીના કેસમાં શરતી જામીન આપ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ફી પરત કરવા સાથે 50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ કરી સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જોકે સ્કુલના સંચાલકો દ્વારા સતત વિદ્યાર્થીઓને એ આશ્વસન આપવામાં આવતું હતું કે પરીક્ષાની હોલ ટીકીટ બાળકોને મળી જશે. જોકે પરીક્ષાના એક દિવસ પહેલાએ સ્પષ્ટ થઇ ચુક્યું હતું કે હવે બાળકો પરીક્ષા નહીં આપી શકે, ધોરણ 12 અને ધોરણ 10ના 54 વિદ્યાર્થીઓ બુધવારે સાંજે DEO ઓફીસ પહોંચ્યા હતા, જ્યારે ભારે માથાકૂટ બાદ ખુદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, જેને પગલે ભારે ઊહાપો મચ્યો હતો, વિદ્યાર્થીઓ કોઈ પણ ભોગે પરીક્ષા આપવા માંગતા હતા. દરમિયાન પોલીસે ભારે મહેનતે વિદ્યાર્થીઓને સમજાવી ઘરે મોક્યા હતા, જોકે કેટલાક વિદ્યાર્થીઓ સ્કુલ પર પહોંચ્યા હતા, પરતું ત્યાંથી પણ પોલીસે તેમને સમજાવી યોગ્ય પગલા ભરવા જણાવ્યું હતું.

એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેંગે’

દરમિયાન ગુરુવારે સવારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રભાત તારા સ્કૂલની બહાર ભેગા થઇ ગયા છે અને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી છે. જો કે ત્યાર બાદ આ કિસ્સમાં સ્થાનિક ધારાસભ્ય પુર્ણેશ મોદી સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. એક કાર્યક્રમમાં હાજર પુર્ણેશ મોદીનો વિરોધ કરવા પણ કેટલાક વિદ્યાથીઓ પહોંચ્યા હતા. જ્યાંથી તેમની અટકાયત પોલીસે કરી હતી, જેથી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પોલીસની વાનને રોકી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પુર્ણેશ મોદી ગાંધીનગર દોડ્યા
ઝી 24 કલાક સામે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા સતત સુરત પશ્ચિમના ધારસભ્ય પુર્ણેશ મોદીનું નામ લીધી હતું. જેથી પુર્ણેશ મોદી પણ ફિક્સમાં મુકાયા હતા, જેથી તેમને ગાંધીનગર દોડ મૂકી હતી, કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે તેઓ ગુરુવારે સાંજે ગાંધીનગર પહોંચ્યા હતાં, જ્યાં શિક્ષણમંત્રી અને શિક્ષકન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય ઉકેલ લાવવા ચર્ચા કરી હતી, તો સાથે હાઈકોર્ટમાં થયેલા હુકમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલમાંથી આપશે પરીક્ષા
સતત મીડિયા કવરેજ થી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. ગુરુવારે સાંજે શિક્ષણ વિભાગ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ થતાં ઉભી થયેલી પરિસ્થિતિને પગલે 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાયું હોવાનું કાબુલાયું હતું. જેથી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય હઠળની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલ માંથી વિદ્યાર્થીઓની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આગામી 16 માર્ચે આ પરીક્ષા માટેના ફોર્મ ભરવામાં આવશે, ત્યાર બાદ એપ્રિલ મહિનામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકેશે. જેનું પરિણામ પણ આજ વર્ષે આવી જશે. સરકાર દ્વારા વ્યવસ્થા કરતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. ફટાકડા ફોડી અને નાચી વિદ્યાર્થીઓએ ખુશી મનાવી હતી.

FATAKADA.jpg

વિદ્યાર્થીઓને મળશે વળતર
હાઇકોર્ટના આદેશ બાદ પ્રભાત તારા સ્કુલના સંચાલક મંજુ સૂર્યદેવ સિંગ, અંકિત સૂર્યદેવ સિંગ અને રીટા ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી મંજુ સૂર્યદેવ સિંગ અને અંકિત સૂર્યદેવ સિંગ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જેના પણ સુનવણી બાદ હાઈકોર્ટે શરતી જામીન બંને આરોપીને આપ્યા હતા. હાઈકોર્ટે જે શરતને આધારે જામીન આપ્યા છે તેમાં મંજુ સૂર્યદેવ સિંગ અને અંકિત સૂર્યદેવ સિંગે આગામી 13મી માર્ચના રોજ રાંદેર પોલીસ મથકમાં હાજર રહેવું પડશે, સાથે જ તમામ વિદ્યાર્થીઓની પરત કરવી પડશે, સાથે જ વિદ્યાર્થીઓને વળતર પેટે 50000 રૂપિયા પણ આપવા પડશે, જો આમ કરવામાં નહીં આવે તો જામીન રદ્દ કરી દેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news