અમરેલીમાં દાદી જ બની ગઈ 'ડાકણ'! બચકાં ભરી ભરીને એક વર્ષના પૌત્રની હત્યા કરી!

અમરેલીના રાજસ્થળી ગામમાં બચકાં ભરીને દાદીએ પૌત્રની હત્યા કરી. એક વર્ષનું બાળક સતત રડતાં દાદી ઉશ્કેરાઈને કરી હતી. દાદીએ બચકાં ભરીને માર મારીને હત્યા કરી. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપી દાદીને ઝડપી પાડી.

Trending Photos

અમરેલીમાં દાદી જ બની ગઈ 'ડાકણ'! બચકાં ભરી ભરીને એક વર્ષના પૌત્રની હત્યા કરી!

કેતન બગડા/અમરેલી: અમરેલીમાં દાદી જ ડાકણ બની ગઈ. દાદીને તો પૌત્ર પુત્ર કરતા એ વ્હાલો લાગે. દાદી તો પૌત્રને લાડ લડાવે પણ અમરેલીમાં તો દાદી જ ડાકણ બની ગઈ. માસુમ બાળક રડી રહ્યો હતો તેને પ્રેમથી ચુપ કરાવવાને બદલે શાંત કરાવવાના બદલે દાદીએ બાળકને બચકા ભરી લીધા. શું બાળકને દાદી પ્રેમથી ચુપ નહોતી કરાવી શકતી.. એવુ તો દાદીને શું થયું કે માસુમને એટલા બચકા ભર્યા કે માસુમનુ મૃત્યુ થયું. અમરેલીના રાજસ્થળી ગામમાં બચકાં ભરીને દાદીએ પૌત્રની હત્યા કરી. એક વર્ષનું બાળક સતત રડતાં દાદી ઉશ્કેરાઈને કરી હતી. દાદીએ બચકાં ભરીને માર મારીને હત્યા કરી. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપી દાદીને ઝડપી પાડી.

અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં 1 વર્ષના માસૂમ બાળક રડતા દાદી ગુસ્સે ભરાય બચકા ભરી માર મારી હત્યા કરતા ચકચાર મહિલા દાદીની અટકાયત કરાઇ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો તપાસનો ધમધમાટ શરૂ. અમરેલી તાલુકાના રાજસ્થળી ગામ નજીક રહેણાંક મકાનમાં બાળકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લાશ મોકલવા આવી હતી પ્રથમ પોલીસએ એડી અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતક અલીરજાક રફીક સેયદ 1 વર્ષના માસૂમ બાળકને ભચકા ભરેલી હાલતમાં જોતા પોલીસએ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી. 

ભાવનગર ફોરેન્સિક રિપોટ કરાવતા મોડી સાંજે રિપોટ આવતા માર મર્યાના કારણે મોત થયાનું ધ્યાન ઉપર આવતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપતા ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈના સુપરવીજન હેઠળ અમરેલી તાલુકા પી.એસ.આઈ.જાતે જ ફરીયાદી બની બાળકના સગ્ગા દાદી આરોપી કુલશનબેન હુસેનભાઈ સેયદ સામે હત્યાનો ગુન્હો નોંધાયો પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એફ.આઈ.આર.નોંધાય તે મુજબ પોલીસ ફરીયાદી બની ગુન્હો નોંધવામાં આવ્યો છે. બાળકને મોઢા ઉપર આંખ ઉપર હાથ ઉપર બચકા ભરી લાફા માર મારી મૂઢ ઇજાઓ કરી બાળકને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું છે. દાદી મહિલા આરોપીની ધરપકડ કરી. 

અમરેલી ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈએ કહ્યું તાલુકા પોલીસના રાજસથળી ગામમાં શંકાસ્પદ બાળક મૃતક હાલતમાં છે તાત્કાલિક પોલીસ પોહચી તેમના દાદાની જાહેરાત લીધી શરીર પર નાના મોટી ઇજાઓ હતી તાત્કાલિક ફોરેન્સિક માટે ભાવનગર બોડી મોકલવામાં આવી અકસ્માતે મોત દાખલ કર્યું, ત્યારબાદ હકીકત જાણવા મળેલ તેમની દાદી સાથે બાળક રમતું હતું. દાદીએ બાળકને રડતા શાંત કરવાનો પ્રયાસ કર્યો બાળક ખૂબ રડતું હતું, બાળક બંધ નહિ થતા બચકા ભર્યા. ઝાપટ મારેલ, આખરે બાળક મૃત્યું પામ્યુ. આરોપી કુસલબેનને ગુસ્સો આવ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળતા હત્યાનો ગુન્હો નોંધી આરોપીની પોલીસએ ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news