ભાવનગરની સ્ટીલ ફેકટરીમાં વિચિત્ર અકસ્માત: લોખંડનો કટકો એક કિ.મી દૂર પડ્યો, 10 ફૂટ ઊંડો ખાડો પડ્યો
ભાવનગર નજીકના માઢીયા ગામ નજીક આવેલી રચના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કે જેનો પ્રારંભ આગામી લાભપાંચમના રોજ થનાર છે. આ ફેકટરીમાં હજુ ગઈકાલે જ વીજ કનેક્શન આવ્યું હોય અને આજે જ ફેક્ટરીની મશીનરી ટેસ્ટીંગ માટે શરૂ કરવામાં આવી હતી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર નજીકના માઢીયા ગામ નજીક આવેલી એક સ્ટીલના સરિયા બનાવવાનો પ્રારંભ કરવા જઈ રહેલી રચના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મશીનમાં મહાકાય ફ્રાયવ્હિલમાં કોઈ ક્ષતિ સર્જાતા તે મોટરમાંથી છટક્યું હતું અને તેના ટુકડા થઇ જતા એક ટુકડો ફેક્ટરીથી અંદાજીત 1 કિમી દુર જઈ જમીનમાં 15 ફૂટ ઊંડે ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ફેકટરીમાં જ રહેતા એક અક્રમ નામના કામદારનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર નજીકના માઢીયા ગામ નજીક આવેલી રચના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કે જેનો પ્રારંભ આગામી લાભપાંચમના રોજ થનાર છે. આ ફેકટરીમાં હજુ ગઈકાલે જ વીજ કનેક્શન આવ્યું હોય અને આજે જ ફેક્ટરીની મશીનરી ટેસ્ટીંગ માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં મશીનરી શરૂ થયાની થોડીવારમાં જ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સ્ટીલના સરિયા બનાવવાની એક મશીનરીમાં લાગેલા મહાકાય ફ્રાયવ્હિલ કે જે ફૂલ સ્પીડ પર મોટર પર ફરતું હોય ત્યારે તેમાં કોઈ ક્ષતિ સર્જાતા તેના ટુકડા થઇ મોટરમાંથી છુટું પડી બહાર ફંગોળાતા બે ટુકડા ફેક્ટરીના શેડની છત તોડી બહાર નીકળી જઈ દુર પડ્યા હતા.
એક ટુકડો 400 મીટર જયારે એક ટુકડો એક કિમી દુર જઈ જમીનમાં 15 ફૂટ ઊંડો ખાડો પાડી તેમાં ખુપી ગયો હતો. જયારે આ અકસ્માત સમયે ત્યાં કામ કરી રહેલા મૂળ ધંધુકાના અને અહી ફેકટરીમાં રહીને કામ કરવા આવેલા અક્રમને પણ આ ટુકડો વાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તે તાકીદે ત્યાં દોડી ગઈ અને લાશને પીએમ માટે મોકલી આપી હતી.
આ ઘટના સમયે ફેક્ટરીથી થોડે દુર કામ કરી રહેલા એક યુવકે આ ધડાકાભેર અવાજ સાથેની ઘટના અને આકાશમાં ઉડીને પડતા ફ્રાયવ્હિલના ટુકડાને નજરે જોયા હતા અને તે ત્યાં દોડી જઈ જોતા જમીનમાં 2 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હોય સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો ને કરતા લોકો ત્યાં દોડી ગયા હતા. જયારે આ બનાવને પગલે ફેક્ટરી નજીક રહેતા લોકોમાં એક પ્રકારે ભય ફેલાયો હતો. જો આ ટુકડો તેમના રહેણાકીય વિસ્તારમાં પડ્યો હોય તો કેવી મોટી દુર્ઘટના સર્જાય હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે