''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઇ આવું છું": અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર, જાણો કોને બચાવી લેવાયા
રાજકોટ અગ્નિકાંડ પછી સરકારે SITની રચના કરી. ઘટના બની તેના 25 દિવસ પછી તપાસ ટીમે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જમા કરાવી દીધો છે. તો તપાસ દરમિયાન નાના અધિકારી અને સરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તપાસ માટે બનેલી SITએ તપાસ રિપોર્ટ સરકારમાં સુપરત કરી દીધો છે. રિપોર્ટ તો આવી ગયો છે પરંતુ હવે કાર્યવાહી ક્યારે થશે તેના પર સૌની નજર છે. સૌથી મોટો સવાલ એ છે કે નાની માછલીઓ સામે કાર્યવાહી કરાઈ છે પરંતુ મોટા મગરમચ્છો સામે કાર્યવાહી થશે કે નહીં તે સવાલ છે?. IAS-IPS અધિકારી સામે પગલાં ભરવાની સરકાર હિંમત કરશે તે પણ સવાલ છે.
- અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર, પણ કાર્યવાહી ક્યારે?
- નાની માછલીઓ તો પકડાઈ પણ મગરમચ્છોનું શું?
- IAS-IPS સામે કાર્યવાહીની હિંમત કરશે સરકાર?
- SITનો રિપોર્ટ સરકારમાં સુપરત, પગલાં ક્યારે?
રાજકોટ અગ્નિકાંડ પછી સરકારે SITની રચના કરી. ઘટના બની તેના 25 દિવસ પછી તપાસ ટીમે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જમા કરાવી દીધો છે. તો તપાસ દરમિયાન નાના અધિકારી અને સરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી. પરંતુ એક પણ મોટા માથા સામે કાર્યવાહીનો ક પણ કરાયો નથી. જેના કારણે તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે SITનો રિપોર્ટ બંધ કવરમાં સરકારને અર્પણ કરાયો તેમાં શું છે તે તો સરકાર અને તેમની SIT જ જાણે...પરંતુ આ રિપોર્ટ પછી સરકાર હવે કયા પગલાં ભરશે તે એક મોટો સવાલ છે.
25 દિવસ બાદ તૈયાર કરાયેલો 100 પાનાનો આ વચગાળાનો રિપોર્ટ છે...એટલે કે હજુ પણ તપાસ ચાલતી રહેશે. જે ગેમિંગ ઝોન 27 જિંદગી માટે કાળ બન્યો હતો ત્યાં રાજકોટના તાત્કાલિન મોટા અધિકારીઓ મોજશોખ કરવા ગયા હતા.જો કે દાવો એવો કરાયો હતો કે બર્થ ડે પાર્ટી માટે ગયા હતા. પરંતુ જે IAS-IPS અધિકારીના ગેમિંગ ઝોનમાંથી ફોટા સામે આવ્યા હતા તેમની સામે કાર્યવાહી કરાશે કે નહીં તે સવાલ છે. આ અધિકારીઓ સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડાશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ તેઓ સાવ કોરા નીકળી જશે? ઝી 24 કલાકે જ્યારે સીડના વડાને IAS-IPS અધિકારી સામે કાર્યવાહીનો પ્રશ્ન પૂછ્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો.
ઉઠી રહ્યા છે સવાલ
- અધિકારીઓ સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડાશે?
- દર વખતની જેમ આ વખતે પણ અધિકારી સાવ કોરા નીકળી જશે?
SITના મતે 27 લોકોના મોત માટે ત્રણ વિભાગ જવાબદાર છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ પોલીસ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ....જો આ ત્રણ વિભાગ જવાબદાર હોય તો પછી ત્રણેયના મોટા માથાની સંડોવણી ન હોય તે હાસ્યાસ્પદ લાગે...પરંતુ અહીં સવાલ મોટા મગરમચ્છો સામે કાર્યવાહીની હિંમત બતાવવાનો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ઘણીવાર બેજવાબદાર અધિકારીઓ અને પદ્દાધિકારીઓને જાહેરમાં ટાણા મારતા રહ્યા છે. તો પછી આ ત્રણેય વિભાગના મોટા અધિકારીઓને કેમ દંડિત ન કરાય?...જોવાનું રહેશે કે સરકાર મોરબી બ્રિજકાંડ પછી મોરબી પાલિકાને સુપર સિડ્સ કરી દીધી હતી તેમ રાજકોટ કોર્પોરેશનને કરે છે કે નહીં?.
SITના મતે કોણ જવાબદાર?
- 27 લોકોના મોત માટે 3 વિભાગ જવાબદાર
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
- રાજકોટ પોલીસ વિભાગ
- માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ
ઉઠી રહ્યા છે સવાલ
- ત્રણેય વિભાગના મોટા અધિકારીઓને કેમ દંડિત ન કરાય?
- મોરબી પાલિકાને સુપર સિડ્સ કરી હતી તેમ RMC કરે છે કે નહીં?
ગુજરાતમાં સુરત તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, વડોદરા હરણી બોટકાંડ સહિત અનેક મોટી દુર્ઘટના બની...દરેક ઘટના પછી SITની રચના કરાઈ...રિપોર્ટ સુપરત થયા પણ એક પણ ઘટનામાં કોઈ મોટા માથાને સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હોય તેવું બન્યું નથી. ત્યારે રાજકોટ અગ્નિકાંડ પણ કંઈક આવું જ રંધાશે તેની ગંધ રાજ્યની જનતાને આવી રહી છે.
SITની તપાસ, સરકારના એક્શન પર હાલ લોકોને જાણિતા લેખક ગિજુભાઇ બધેકાની પેલી કાબર અને કાગડાની વાર્તા ખાસ યાદ આવતી હશે...જેમાં કાગડાભાઈ કાબર સામે દર વખતે બહાનું કાઢીને એવું કહે છે કે, ''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઇ આવું છું"...ગુજરાતમાં બનેલી તમામ મોટી દુર્ઘટના પછી થયેલી તપાસ અને કાર્યવાહીમાં આ વાર્તા બરાબર ફીટ બેસે છે.
- સરકાર કાર્યવાહી કરશે?
- ગિજુભાઇ બધેકાની પેલી કાબર-કાગડાની વાર્તા ખાસ યાદ આવતી હશે
- કાગડાભાઈ કાબર સામે દર વખતે બહાનું કાઢે છે
- ''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઇ આવું છું"
- તમામ મોટી દુર્ઘટમાં તપાસ અને કાર્યવાહીમાં આ વાર્તા બરાબર ફીટ બેસે છે
આપને જણાવી દઈએ કે, 25 મે 2024ને શનિવારના દિવસે સાંજે સાડ પાંચ વાગ્યાની આસપાસ રાજકોટમાં TRP ગેમિંગ જોનમાં વિકરાળ આગ લાગી હતી. ફાયરબ્રિગેડે આવી આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધી તો ગેમિંગ ઝોન અને તેમાં રહેલા 27 લોકો ભસ્મી ભૂત થઈ ગયા હતા. DNA ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપાયા હતા. આ ભ્રષ્ટ તંત્રના પાપે બનેલી આ દુર્ઘટના ગુજરાતમાં કાળા અક્ષરે લખાઈ ગઈ છે. ત્યારે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા તે પીડિત પરિવારજનોને સરકાર ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે