રથયાત્રાની તૈયારીઓ શરૂ, કોરોનાના બે વર્ષ બાદ જળયાત્રામાં સામેલ થઈ શકશે ભક્તો

બે વર્ષ રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા ભક્તોને રથયાત્રા માણવા મળશે. ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. બે વર્ષ સાદગીથી યોજાયેલી જળયાત્રાનું આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોનાના 2 વર્ષ બાદ ભક્તો પણ જળયાત્રામાં હાજર રહેશે. 
રથયાત્રાની તૈયારીઓ શરૂ, કોરોનાના બે વર્ષ બાદ જળયાત્રામાં સામેલ થઈ શકશે ભક્તો

આશ્કા જાની/અમદાવાદ :બે વર્ષ રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા ભક્તોને રથયાત્રા માણવા મળશે. ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. બે વર્ષ સાદગીથી યોજાયેલી જળયાત્રાનું આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોનાના 2 વર્ષ બાદ ભક્તો પણ જળયાત્રામાં હાજર રહેશે. 

જળયાત્રામા પહેલાની જેમ માહોલ જામશે
બે વર્ષ બાદ જ્યારે જળયાત્રામાં ભક્તો પણ સામેલ કરાશે, ત્યારે ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ ભૂદરના આરે જળયાત્રા યોજાશે. જળયાત્રામાં ગજરાજ, બળદગાડા, ધજા-પતિકાઓ, 108 કળશ પણ જોડાશે. જેમાં મંદિરથી શુભયાત્રા સ્વરૂપે સાબરમતી નદીએ ભૂદરના આરે જાય છે. સંતો-મહંતો અને મહાનુભાવોની હાજરીમાં જળપૂજન કરવામાં આવશે. સાથે જ, જમાલપુર નિજમંદિર અને ભગવાનને વિવિધ પ્રકારના ફૂલ અને ફ્રૂટથી શણગારવામાં આવી રહ્યાં છે. રથયાત્રા પૂર્વેની જળયાત્રાની વિધિનો એક અપાર મહિમા હોય છે. જળયાત્રાના દિવસે મંદિર પરિસરમાં 18 ગજરાજનું પૂજન કરવામાં આવશે. ભગવાનનો 108 કળશના પાણીથી અભિષેક કરવામાં આવશે. ત્યારે બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે. જળયાત્રાના દિવસે ભગવાન મામાના ઘરે જશે. જ્યાં તેમને લાડ લડાવવામા આવશે તેવુ દિલીપદાસજી મહારાજે જણાવ્યું. 

રામનવમી જેવુ ન થાય તેનુ ધ્યાન રખાશે
રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPS ની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news