AHMEDABAD : 11 વર્ષની બાળકીની કલેક્ટર તરીકે નિમણુંક, જુઓ આંખો ભીની જરૂર થશે

'મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બનવાનું બાળકીનું સ્વપ્ન પુર્ણ થયું હતું. 

AHMEDABAD : 11 વર્ષની બાળકીની કલેક્ટર તરીકે નિમણુંક, જુઓ આંખો ભીની જરૂર થશે

અમદાવાદ : 'મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બનવાનું બાળકીનું સ્વપ્ન પુર્ણ થયું હતું. 

જ્યારે પુત્રી કલેક્ટર બની ત્યારે તેના પરિવારે જણાવ્યો કે, પુત્રીને કલેક્ટર તરીકે જોઇને અમારો આખો પરિવાર આજે અત્યંત ખુશ છે.' અમારી પુત્રીની ઇચ્છા હતી કે તે કલેક્ટર બને પરંતુ આ બિમારીના કારણે તેની સ્થિતિ દિવસેને દિવસે ખુબ જ કથળી રહી છે. તેવામાં ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટરને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવી હતી. ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાતને સ્વિકૃતી આપી હતી. 

આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરની ગાડીમાં  અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા  કલેક્ટરની ચેમ્બરમાં લઈ જવાઈ. જિલ્લા કલેક્ટરએ સ્વયં ફ્લોરાને કલેક્ટરની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news