ઉડતા પંજાબ નહીં ઉડતા ગુજરાત! કરિયાણાનો ધંધો કરતા આરોપીએ રાતોરાત પૈસા કમાવવા કર્યો જબરો જુગાડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયરાજસિંહ રાઠોડ અને દોલતસિંહ રાઠોડ આરોપીઓની કરી છે. આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જેમની પાસેથી પોલીસે 4 કિલો 941 ગ્રામ અફીણનો સેમીસોલિડ સ્નિગ્ધ રસ પદાર્થનો જથ્થો ઝડપી પાડયો છે.

Trending Photos

 ઉડતા પંજાબ નહીં ઉડતા ગુજરાત! કરિયાણાનો ધંધો કરતા આરોપીએ રાતોરાત પૈસા કમાવવા કર્યો જબરો જુગાડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અફીણનો સેમીસોલિડ રસ પદાર્થ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. કરિયાણાનો ધંધો કરતા આરોપીએ રાતોરાત પૈસા કમાવાની લાલચમાં આરોપી અફીણનું વેચાણ કરવાનું નક્કી કર્યું અને આવી ગયો પોલીસ સકંજામાં. જો કે પોલીસની પકડમાં ના આવે તે માટે એક આરોપી પાયલોટીંગ કરીને બીજા આરોપીને સતત માહિતી પૂરી પાડતો હતો.

 સેમીસોલિડ સ્નિગ્ધ રસ પદાર્થનો જથ્થો ઝડપ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયરાજસિંહ રાઠોડ અને દોલતસિંહ રાઠોડ આરોપીઓની કરી છે. આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જેમની પાસેથી પોલીસે 4 કિલો 941 ગ્રામ અફીણનો સેમીસોલિડ સ્નિગ્ધ રસ પદાર્થનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં સામે આવી છે કે જયરાજસિંહ રાઠોડ કરિયાણાનો ધંધો કરે છે, પરંતુ તેને પૈસાની જરૂરિયાત હોવાથી અમદાવાદમાં ઊંચા ભાવે અફીણના ગ્રાહકો મળી રહેતા હોવાની જાણકારી હોવાથી તેણે અફીણનો ધંધો કરવાનું વિચાર્યું હતું અને દોલતસિંહનો સંપર્ક કરી અફીણના વેપારીની શોધ કરવા માટેની જાણ કરી હતી.

શરીરના અલગ અલગ ભાગે છુપાવ્યો
જેના આધારે દોલતસિંહ એ જયરાજસિંહ ને રાજસ્થાનના ઉદયપુર ખાતે બોલાવ્યો હતો અને બાદમાં તેઓ જીતેન્દ્રસિંહ સિસોદિયા નામના વ્યક્તિને મળીને તેની પાસેથી આ જથ્થો ખરીદ્યો હતો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તે માટે દોલતસિંહ મોટર સાયકલ પર આગળ જતો હતો અને જયરાજસિંહ આ જથ્થો લઈને પાછળથી આવતો હતો. જો કોઈ જગ્યાએ પોલીસનું ચેકિંગ હોય તો દોલતસિંહ તેની માહિતી જયરાજસિંહને આપતો હતો. જયરાજસિંહ એ આ જથ્થો તેના શરીરના અલગ અલગ ભાગે છુપાવ્યો હતો. જેથી જો પોલીસ પકડે તો વાહન મૂકીને સરળતાથી ફરાર થઈ શકાય.

હાલમાં પોલીસે આ બંને આરોપીઓની કરીને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ બાદ આરોપીઓએ અગાઉ ક્યારે આ રીતે અફીણનો જથ્થો લાવીને વેચાણ કર્યો છે કે કેમ તે અંગે ખુલાસો થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news