કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું
બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે.
Trending Photos
અમદાવાદ :બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 69 થઈ ગયું છે. ત્યારે હવે સવાલ એ છે કે આ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાય છે કે નહિ.
જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે ક્રોસ વોટિંગ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જતું હોય છે. આ વચ્ચે સવાલ થાય છે કે શું કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શક્તી કે, પછી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જ કોંગ્રેસ પક્ષ માટે વફાદાર નથી. અલ્પેશ ઠાકોર અન તેમના સહયોગી બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યો છે. ત્રણેયે કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને પહેલેથી જ ક્રોસ વોટિંગનો ડર હતો. અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
અલ્પેશે રાજીનામુ આપીને શું કહ્યું...
રાજીનામુ આપીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મેં અંતરાત્માના અવાજથી રાજીનામુ આપ્યું છે. જે રીતે પાર્ટીના નેતા ઘાંઘા થયા હતા. જે રીતે તેઓએ મારી સાથે અપમાનજનક વ્યવહાર કર્યો છે, મારા સરકારી આવાસ પર જે રીતે વ્હીપ ચોંટાડ્યુ, તે યોગ્ય નથી. જ્યાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે રાજીનામુ આપ્યું હોય, ત્યાં મારુ કથન સારુ થાય છે. મેં રાજીનામુ આપ્યું છે. જેનામાં જે તાકાત હોય તે કહે, ગુજરાત તથા રાધનપુરના વિકાસ માટે જે પણ કંઈ થશે તે કરીશ. પાર્ટીમાં માનસિક ત્રાસ બહુ હતો. પોતે પ્રજાની નાડ પારખી શક્તા નથી.
2017ના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. તેઓ રાધનપુરથી કોંગ્રેસની સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અધ્યક્ષ પાસે પહોંચ્યા રાજીનામું આપે તેવી સંભાવના છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની પણ અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા છે. પરેશ ધાણાની તેમની સાથે એડવોકેટમાં ધ્યાને લઈને પહોંચ્યા છે. અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
તો બીજી તરફ, કોંગ્રેસે ભલે પોતાના ધારાસભ્યોને બાલારામ રિસોર્ટ લઈને તમામ તકેદારી રાખી હોય, પણ તેમ છતાં ક્રોસ વોટિંગ થયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, અમે અધ્યક્ષને બંને મત રદ કરવા જોઈએ તેવી ફરિયાદ કરી છે. પક્ષાંતર ધારા અંતર્ગત ક્રોસ વોટિંગ કર્યું છે તો તેઓ 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ગણાય. અમે તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરીશું, અને તેઓ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી શકાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે