દેશભરમાં ક્રિકેટ સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની ધરપકડ

ભારતમાં ક્રિકેટના સત્તાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની આજે મુંબઈથી સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે. જીગર ટોપીવાલા વોન્ટેડ હતો અને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. 

દેશભરમાં ક્રિકેટ સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની ધરપકડ

મૌલિક ધામેચા, ગાંધીનગરઃ ભારતભરમાં ક્રિકેટ સટ્ટાનું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની ધરપકડ થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈથી મુખ્ય આરોપી જીગર ટોપીવાલાની ધરપકડ કરી છે. SMCની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જીગર સુરતના સટ્ટા કેસમાં વોન્ટેડ થયા બાદ દુબઈ ફરાર થઈ ગયો છે. પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપી જીગર ટોપીવાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરી દેશના તમામ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં જીગર દુબઈથી એરપોર્ટ આવતા જ મુંબઈ એરપોર્ટ પોલીસના હાથે ઝડપાઈ ગયો. જેને પગલે SMCએ ટ્રાન્સફર વોરંટ આધારે મુંબઈથી 25 ડિસેમ્બરના રોજ આરોપી જીગરનો કબજો મેળવી તેની ધરપકડ કરી હતી.

જીગર છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ સટ્ટાનું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતો હતો. આરોપીની મોડેશ ઓપરેન્ડીની વાત કરીએ તો ઓર્ગેનાઇઝ રીતે ઓનલાઇન ક્રિકેટ બેટિંગની એપ્લિકેશન બનાવી ભારતમાં જુદા જુદા ગ્રાહકોને ઓનલાઇન માસ્ટર આઇડી જીગર આપતો. બાદમાં જીગર દુબઈમાં બેઠા બેઠા ક્રિકેટ સટ્ટાનું ઇન્ટરનેશનલ મોટું નેટવર્ક ચલાવતો હતો.આમ છેલ્લા ઘણા સમયથી જીગર ટોપીવાલા ઓનલાઇન એપ્લિકેશન બનાવડાવી માસ્ટર આઇડી કાર્ડથી મેચનો કરોડોના સટ્ટાથી ગેરકાયદેસર વેપાર કરતો. 

ઉલ્લેખનીય છે કે સુરતના અડાજણ વિસ્તારમાં શ્રીપદ એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી ભરત ઠક્કર અને પ્રકાશ ચતુરભાઇ ઠક્કરની ધરપકડ કરાઇ હતી. જેમની તપાસ કરતા  તેઓ પાસેથી સટ્ટો રમાડવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન, લેપટોપ અને રોકડ મળી 50 હજાર કિંમતની મતા કબજે લેવામાં આવી હતી. આ સટ્ટા રેકેટમાં કુલ 14 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જીગર ટોપીવાલા પણ ફરાર હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news