મોટો નિર્ણય: દેશભરની સ્કૂલોમાં છોકરીઓને મોદી સરકાર આપશે આ રસી, 9 થી 14 વર્ષની ઉંમરમાં લેવી અતિ જરૂરી

CERVAVAC Vaccine: એક અહેવાલ મુજબ આ રસી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 2023 ના મધ્ય સુધીમાં આ સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવેલ સર્વવેક રસી ભારતમાં શરૂ થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ રસીને મંજૂરી પણ આપવામાં આવી છે. 

મોટો નિર્ણય: દેશભરની સ્કૂલોમાં છોકરીઓને મોદી સરકાર આપશે આ રસી, 9 થી 14 વર્ષની ઉંમરમાં લેવી અતિ જરૂરી

CERVAVAC Vaccine: હાલમાં કોરોનાના માહોલ વચ્ચે દેશભરમાં કોરોના રસીની જ ચર્ચા થઈ રહી છે પણ મોદી સરકાર દેશમાં મહિલાઓમાં ઝડપથી વધી રહેલા સર્વાઇકલ કેન્સરને રોકવા માટે શાળા લેવલે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા 9 થી 14 વર્ષની ઉંમરની છોકરીઓને શાળામાં જ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે CERVAVAC રસી આપવામાં આવશે. જે છોકરીઓ માટે અતિ ઉપયોગી છે. છોકરીઓ શાળામાં આ રસી મેળવી ન શકે તેમને માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સર્વવેક રસીનું રસીકરણ અભિયાન ચલાવવાનો નિર્ણય નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ની ભલામણ પર લેવામાં આવ્યો છે. આ રસીને પગલે છોકરીઓને બહુ મોટો ફાયદો થશે. 

એક અહેવાલ મુજબ આ રસી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 2023 ના મધ્ય સુધીમાં આ સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવેલ સર્વવેક રસી ભારતમાં શરૂ થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ રસીને મંજૂરી પણ આપવામાં આવી છે.  9 થી 14 વર્ષની કિશોરીઓ માટે વન-ટાઇમ કેચ-અપ રસી આપવામાં આવશે. ત્યાર બાદ 9 વર્ષની છોકરીઓને પણ આપી શકાય છે અને ભારતમાં તૈયાર થયેલ આ HPVરસીની કિંમત રૂપિયા 200 નક્કી કરવામાં આવી છે.

આ વીડિયો પણ ખાસ જુઓ....

શાળાઓમાં કોર્ડીનેશન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ માટે સરકારે મસમોટું આયોજન કર્યું છે. જેમાં દરેક સરકારી અને ખાનગી શાળાઓમાં સંકલન કરવા માટે એક નોડલ ઓફીસરની નિમણૂક કરવા સૂચનાઓ અપાઈ છે. સરકાર  9-14 વર્ષની વયની છોકરીઓની સંખ્યાનો ડેટા તૈયાર કરશે. આ માટે સરકાર સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news