સચિવાલય બહાર પરીક્ષા મુદ્દે વિરોધ કરી રહેલા અનેક આગેવાનો અને વિદ્યાર્થીઓની ધરપકડ
Trending Photos
અમદાવાદ : ભરતી પ્રક્રિયાઓ ન કરવામાં આવતાં પાસના આગેવાન દિનેશ બામણીયા અને બિન સચિવાલય પરીક્ષાના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ અનોખો વિરોધ કર્યો છે. સેક્ટર 11 માં સચિવાલય પાસે રાજ્ય સરકારનું બેસણું યોજીને અમને કંઈ ખબર નથી તે પ્રકારની વાતો કરવામાં આવી હતી અને સરકાર વિરોધી નારેબાજી પણ કરવામાં આવી હતી.
પોલીસે સમયસર સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા તમામ લોકોની અટકાયત કરી હતી. દિનેશ બામણીયા અને યુવરાજ સિંહના જણાવ્યા પ્રમાણે સરકારને કોઈપણ વાત પૂછતા તેવો અમને કંઈ ખબર નથી એ પ્રકારની વાત કરી રહ્યા છે સરકારી નોકરીઓમાં ભરતી અને નિમણૂક ક્યારે આપવામાં આવશે તે વાત કરીએ ત્યારે પણ સરકાર અમને કંઈ ખબર નથી એ જ પ્રકારની વાત કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારી ભરતીઓ મુદ્દે લાંબા સમયથી અસમંજસ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા સરકાર દ્વારા આયોજીત થાય તે પ્રકારની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. જો કે કોવિડના કારણે સરકાર પરીક્ષા ટાળવા માટે મજબુર બની છે. તેવામાં વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર ચોક્કસ તારીખ નક્કી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે