સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં વિસર્જન ન થવા દીધું

અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. 
સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં વિસર્જન ન થવા દીધું

અમદાવાદ :અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. 

સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે તાજેતરમાં જ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અને હજારો ટન કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેના બાદ સૌથી પહેલો તહેવાર દશામાનો આવ્યો હતો. જેમાં પણ લોકોએ દશામાની મૂર્તિઓ નદીમાં ન પધરાવીને બહાર જ મૂકી હતી. ત્યારે હવે ગણપતિ વિસર્જનમાં પણ લોકોની અવેરનેસ સામે આવી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ મામલે જણાવ્યું હતું કે, નદી ફરી પ્રદૂષિત ન થાય તે માટે પૂરતી કાળજી લેવામા આવશે. તેથી લોકોએ સાબરમતી નદીમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જન ન કરીને કુંડમાં કરી હતી. 

અમદાવાદમાં જ્યાં માટીની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી, ત્યાં મોટાભાગે ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે કે, સાબરમતી નદીની બહાર જે મૂર્તિઓ મૂકવામાં આવી છે તેમાં મોટાભાગની પીઓપીની છે. તેથી જો લોકોમાં અવેરનેસ આવે તો લોકો માટીની મૂર્તિઓ સ્થાપીને ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરી શકે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news