ભાવનગર: નદીઓના પૂરમાં ફસાતા ભાલ પંથકમાં 12થી પણ વધુ કાળિયારના મોત
જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં થયેલ ભારે વરસાદ બાદ નદીઓના પુરના પાણી ભાલ પંથકમાં ફરી વળ્યા હતા. માણસ તો માણસ પણ મૂંગા જાનવર પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આ ભાલ વિસ્તારમાં પુરના પાણીમાં ફસાવા અને કુતરાઓ દ્વારા ફાડી ખાવાથી ૧૨ કરતા વધુ કાળીયારના મોત થયા છે. અને હજુ સમગ્ર વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ પાક ચોક્કસ મૃત્યુઆંક સામે આવી શકશે.
Trending Photos
વિપુલ બારડ/ભાવનગર: જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં થયેલ ભારે વરસાદ બાદ નદીઓના પુરના પાણી ભાલ પંથકમાં ફરી વળ્યા હતા. માણસ તો માણસ પણ મૂંગા જાનવર પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આ ભાલ વિસ્તારમાં પુરના પાણીમાં ફસાવા અને કુતરાઓ દ્વારા ફાડી ખાવાથી ૧૨ કરતા વધુ કાળીયારના મોત થયા છે. અને હજુ સમગ્ર વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ પાક ચોક્કસ મૃત્યુઆંક સામે આવી શકશે.
ભાલ પંથકના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ આવતા વિસ્તારમાં થયેલ વરસાદ અને ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે ભાલ વિસ્તાર અને અન્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળીયાર હોય અને પાણી આવી જવાના કારણે ગ્રામ્ય વિસ્તાર તરફ કે ઉચાઇવાળા વિસ્તાર તરફ પ્રયાણ કરતા હોય તેવા સમયે કાળીયાર પર કુતરા હુમલો કરી અને મોત નીપજાવતા હોવાની ઘટના સામે આવી છે.
પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવા DGPનું રાજ્ય વ્યાપી આયોજન
આ વિસ્તારમાં હાલ કુલ 12 કાળીયારના મોત થયા છે જે અંગે વનવિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત બે કાળીયાર કે જે ઘાયલ હાલતમાં હોય તેમને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી એનીમલ કેર સેન્ટર લાવવામાં આવ્યા છે. જ્યાં તેઓ સજા થતા ફરી તેને જંગલ છોડી દેવામાં આવશે. તેમજ હાલ વનવિભાગ દ્વારા કાળિયારની સલામતી માટે અલગ અલગ ટીમ બનાવી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે. અને કાળિયારોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
મહેસાણા: વિજાપુરના 19 વર્ષીય યુવકે કર્યું 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ
વનવિભાગ દ્વારા કાળિયાર ની સલામતી માટે ગામ આજુબાજુના ગામલોકોનો સહકાર લેવામાં આવી રહ્યો છે, ભાવનગર તાલુકાના સવાઈનગર, દેવળીયા, પાળીયાદ, માઢિયા, સનેશ, નારી ખેતાખટલી, નર્મદ, કાળાતલાવ, વેળાવદર સહિતના ગામો કે, જ્યાં જ્યાં કાળિયારનો વસવાટ છે એવા તમામ ગામના લોકો દ્વારા કાળિયારને બચવા માટે સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો હોવાનું વનવિભાગ જણાવી રહ્યા છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે