ભુજ: સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 54 લાખનું કૌભાંડ, 2ની ધરપકડ
સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 54 લાખની ગેરરિતીનો મામલો, ભુજ A- ડીવીઝન પોલીસે 2 લોકોની ધરપકડ કરી કરી છે. કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીને ફાળવામાં આવેલા નાણા સંસ્થામાં જમા ન કરીને પોતાના જ ખામાં જમા કરાવ્યા હતા.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 54 લાખની ગેરરિતીનો મામલો, ભુજ A- ડીવીઝન પોલીસે 2 લોકોની ધરપકડ કરી કરી છે. કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીને ફાળવામાં આવેલા નાણા સંસ્થામાં જમા ન કરીને પોતાના જ ખામાં જમા કરાવ્યા હતા.
કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીને ફાળવામાં આવેલા નાણા સંસ્થામાં જમા ન કરીને પોતાના જ ખાતામાં જમાં કરાવીને 54,57,450 જેટલી માતબર રકમની ઉચાપત કરવાના કેસનો કેસ થયો હતો. પકડાયેલા પૂર્વ એકાઉન્ટ અધિકારી તથા જેન્ડર કોઓર્ડિનેટર મહિલાની ધરપકડ કર્યા બાદ આ સરકારી નાણાની ઉચાપત કરવાના કેસના મુખ્ય આરોપી અને સર્વ શિક્ષા અભિયાન જેતે વખતના હિશાબી અધિકારી કલ્પેશકુમાર પરસોત્તમદાસ પટેલની ધરપકડ કર્યા બાદ તેઓના દશ દિવસના રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજુ કર્યા હતા.
આ કેસમાં અન્ય આરોપીઓ કે જેઓના ખાતામાં સરકારી નાણા જમા કરાવાયા છે. તેઓ તેમજ અન્ય કેટલી સરકારી રકમની ગોલમાલ કરી છે, તે સહિતની વિગતો જાણવા જીણવટભરી પૂછતાછ હાથ ધરાઇ છે. આ કેસમાં એકાઉટન્ટ અને એક મહિલા સહિત 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે