ભુજ: જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો કોરોના દર્દી અંજારમાંથી મળી આવ્યો, બસમાં બેસતો VIDEO થયો હતો વાયરલ
શહેરની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો દર્દી આખરે અંજારમાંથી મળી આવ્યો છે. અંજારના રેલવે સ્ટેશન પાસેથી સવારે પોલીસની શોધખોળમાં તે મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતા વ્યાપક સ્તરે શોધખોળ આદરવામાં આવી હતી. દર્દી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભુજ: શહેરની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો દર્દી આખરે અંજારમાંથી મળી આવ્યો છે. અંજારના રેલવે સ્ટેશન પાસેથી સવારે પોલીસની શોધખોળમાં તે મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતા વ્યાપક સ્તરે શોધખોળ આદરવામાં આવી હતી. દર્દી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.
અત્રે જણાવવાનું કે ભુજની જી.કે. અદાણી જનરલ હોસ્પિટલમાંથી ગુરુવારે કોરોના પોઝિટિવ (Corona Positive patient) આવેલો અંજારનો દર્દી ભાગી જતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી . ફરાર થઇ ગયેલા દર્દીને શોધવા માટે આરોગ્ય વિભાગના જવાબદારો રીતસરના ઊંધાં માથે પટકાયા હતાં. આ બાજુ ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દીનો એક વીડિયો પણ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.. જેમાં તે હોસ્પિટલના ગેટ સામેથી જ બસમાં બેસતો CCTVમાં કેદ થયો હતો.
મળતી માહિતી મુજબ આ કોરોના પોઝિટિવ દર્દી જનરલ હોસ્પિટલના ગેટ સામેથી બસમાં બેસતો કેમેરામાં કેદ થયો હતો. દર્દી ભુજ વડનગર એસટી બસમાં બેસતો જોવા મળ્યો .આ બસમાં મુસાફરી કરનારા લોકોને પોલીસ વિભાગ તરફથી સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની અપીલ કરવામાં આવી હતી.
આ બાજુ અંજારના મફતનગરમાં રહેતો ૪૮ વર્ષીય સીતારામ કુંવટ નામનો શખ્સ સવારના સાતેક વાગ્યાના અરસામાં હોસ્પિટલમાંથી એકાએક ફરાર થઇ ગયાની વાતને સમર્થન આપતાં સિવિલ સર્જન ડો .કશ્યપ બૂચે ગુરુવારે જણાવ્યું હતું કે , સવારે દર્દી અહીંથી ભાગી ગયાનું જાણવામાં આવતાં હોસ્પિટલમાંથી તત્કાળ અંજારના તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી પોઝિટિવ આવેલા આ દર્દીના મફતનગર સ્થિત નિવાસસ્થાને જઇ તપાસ કરવા કહી દેવાયું હતું ત્યારે અંજા૨ ટી.એમ.ઓ. રાજીવ અંજારિયાને આ બાબતે પૂછતાં તેમણે એમ કહ્યું કે, સીતારામ કુંવટ નામનો આ દર્દી સીધો જ જી.કે.અદાણી હોસ્પિટલમાં સા૨વા૨ માટે ગયો હતો અને ત્યાં કાગળ જે એના સેમ્પલ લેવાયાં હતાં .
જુઓ VIDEO
તેમણે વધુમાં કહ્યું હતુ કે, આમ છતાં જનરલ હોસ્પિટલમાંથી અમને જાણ થતાં અમે આ દર્દીના નિવાસસ્થાને પહોંચ્યા પણ અહીં તેની કોઇ ભાળ મળી નહોતી. તો તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હોવાના લીધે તેનું લોકેશન પણ પકડવું કપરું બની ગયું છે. કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે પોઝિટિવ રિપોર્ટ આવ્યો એ જ દર્દી ભાગી છૂટતાં ક્યાંક તે કોરોનાના સંક્રમણને ફેલાવવા માટેનો વાહક તો નહીં બને તેવી આશંકાએ સર્જેલા ઉચાટ વચ્ચે જી. કે. અદાણી જનરલ હોસ્પિટલમાં ફુલપ્રૂફ સુરક્ષા વચ્ચે આ દર્દી કઈ રીતે ફરાર થઇ ગયો તે સહિતની સવાલો પણ સપાટી પર આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે