ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટા ખબર : ધોરણ-6થી 8માં બીએડ કરનાર નહીં બની શકે શિક્ષક
Gujarat Teachers : સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે અસમંજસની સ્થિતિ... ધોરણ-6થી 8માં બીએડ કરનાર નહીં બની શકે શિક્ષક... બીએડ કરનારા ઉમેદવારોના ભાવિ સામે ઉભો થયો મોટો પ્રશ્નાર્થ...
Trending Photos
Rajkot News ગૌરવ દવે /રાજકોટ : પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા અંગે અસમંજસ પેદા થઈ છે. સેનેટ સભ્ય નિદત બારોટના શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસમંજસ થઈ છે. ધોરણ 6 થી 8માં બીએડ કરનાર શિક્ષક નહીં બની શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પ્રાઈમરી શબ્દના ઉપયોગથી અસમંજસ પેદા થઈ છે. ગુજરાતમાં હાલ 6 થી 8માં બીએડ કરનાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સુપ્રીમના આદેશ બાદ PTC કરનારની જ ભરતી થઈ શકશે. ત્યારે બીએડ કરનાર ઉમેદવારોના ભાવિ સામે ઊભા પ્રશ્નાર્થ ઉભા થયા છે.
પ્રાયમરી અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે અસમંજસની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય નીદત બારોટે આ મુદ્દે પ્રકાશ પાડતા જણાવ્યું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધોરણ 1 થી 5 પ્રિ પ્રાયમરી છે. તેમજ ધોરણ 6 થી 8 પોસ્ટ પ્રાયમરી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાયમરી શબ્દોનો ઉપયોગ કરાયો છે. હવે પીટીસી કરનારા શિક્ષકોને લાભ, પરંતુ બી એડ કરનારા ઉમેદવારો ને ધોરણ 6, 7, 8 માં લાભ મળશે કે નહિ એ સવાલ છે. આ અંગે સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ માર્ગદર્શન માંગે તો અસમંજસ ઊભી થશે.
તેમણે કહ્યું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સુપ્રીમમાં જવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા જે બી.એડ માન્યતા છે તેને રદ્દ કરવામાં આવી છે. ગુજરાતના જેને પીટીસી કહેવામાં આવે છે, જેને આખા દેશમાં ડિપ્લોમા કહેવાય છે તે અંગે 11 ઓગસ્ટના રોજ મહત્વનો ચુકાદો આવ્યો છે. ધોરણ 6 થી 8 માં બી.એડ કર્યું હોઈ તેને શિક્ષક તરીકે માન્ય ગણાય છે. જોકે હવે સ્પષ્ટ થયું છે કે ધોરણ 1 થી 8 માં બી.એડ કરેલા શિક્ષકો બની શકે નહિ.
કેન્દ્રીય વિદ્યાલય નાં ઠરાવ અને અન્ય નિયમો મુજબ ધોરણ 1 થી 5 માં પીટીસી કરેલા તાલીમાર્થીઓ માટે શિક્ષક તરીકે જ લેવા એ ફરજિયાત થયું છે. અલગ અલગ ત્રણ પ્રકારના શિક્ષકને તાલીમ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી 5 માટે પીટીસી હોય છે. બી એ ટી તાલીમ લીધી હોઈ તેવા ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે માન્ય રહ્યા છે. હવે નવી ભરતી કે અન્ય પ્રક્રિયામાં પ્રાયમરી માટે પીટીસી ફરજિયાત થઈ છે.
શું છે રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો?
જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચે 2018ના નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)ના 2018ના નોટિફિકેશનને રદ કરતા રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે B.Ed એ કોઈ પણ અર્થમાં પ્રાથમિક સ્તર (વર્ગ I થી V) પર ભણાવવા માટેની લાયકાત નથી.
પ્રાથમિક શાળામાં શિક્ષકો માટે લાયકાત તરીકે B.Ed નો સમાવેશ કરવાનો NCTEનો નિર્ણય મનસ્વી, ગેરવાજબી લાગે છે અને વાસ્તવમાં અધિનિયમ એટલે કે શિક્ષણ અધિકાર અધિનિયમ દ્વારા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કોઈ સંબંધ નથી. બાળકોનો અધિકાર માત્ર મફત અને ફરજિયાત જ નહીં પરંતુ 'ગુણવત્તાવાળું' શિક્ષણ પણ પ્રદાન કરે છે. સર્વોચ્ચ અદાલતે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બંધારણની કલમ 21A હેઠળ પ્રાથમિક શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે.
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, "જો આપણે ગુણવત્તા સાથે સમાધાન કરીએ તો બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ અર્થહીન બની જાય છે. આપણે શ્રેષ્ઠ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવી જોઈએ. એક સારા શિક્ષક એ શાળામાં 'ગુણવત્તા' શિક્ષણનું પ્રથમ પરિબળ છે. કોઈપણ શિક્ષકોની લાયકાત સાથે સમાધાનનો અર્થ અનિવાર્યપણે શિક્ષણની 'ગુણવત્તા' સાથે સમાધાન થશે.
હાઈકોર્ટે નોટિફિકેશનને રદ કર્યા પછી, NCTE, કેટલાક B.Ed ઉમેદવારો, ડિપ્લોમા ધારકો અને કેન્દ્ર સરકાર અપીલમાં સર્વોચ્ચ અદાલતમાં ગયા. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે NCTE ના ધોરણો મુજબ, પ્રાથમિક શિક્ષકની પોસ્ટ માટે આવશ્યક લાયકાત એ પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમા (D.El.Ed.) છે.
તેમાં ઉમેર્યું હતું કે NCTEની સૂચનામાં ખામી હતી કારણ કે તે કેન્દ્રીય વિદ્યાલયો અંગે કેન્દ્ર સરકારના સંચાર પર આધાર રાખે છે. કેન્દ્ર સરકારે અગાઉ NCTEને પત્ર લખીને ઉમેદવારોની અછતને ધ્યાનમાં રાખીને B.Ed શિક્ષકોને પ્રાથમિક શિક્ષકની પોસ્ટ પર રહેવાની મંજૂરી આપવા જણાવ્યું હતું. જો કે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે B.Ed અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન ધારકોને સમાન કરી શકાય નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે