Ahmedabad માં કોરોના કેસ મામલે મોટા સમાચાર, ચૂંટણી બાદ તંત્ર થયું એલર્ટ

ચૂંટણી પ્રચાર સમયે જોવા મળતી કાર્યકરોની ભીડ, સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ, માસ્ક વિના થયેલો પ્રચાર કોરોનાને આમંત્રણ આપશે તેવી દહેશત તબીબોએ કરી વ્યક્ત હતી.

Ahmedabad માં કોરોના કેસ મામલે મોટા સમાચાર, ચૂંટણી બાદ તંત્ર થયું એલર્ટ

અર્પણ કાયદાવાલ, અમદાવાદ: ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતો. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે.

દિવાળી (Diwali) બાદ વધેલા કેસો અને ત્યારબાદ કાબુમાં આવેલા કોરોનાના કેસોને જોતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ (Testing Dome) હટાવાઈ લેવાયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા 66 કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ 47 ટકાનો વધારો થયો છે. ત્યારે મનપાની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને કોરોનાના કેસો વધવાની આશંકાને જોતાં ફરીથી ડોમ શરૂ કરવામાં આવ્યા છે. 

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્ણ થતાં તંત્ર ફરી એકવાર એલર્ટ થઇ ગયું છે. ચૂંટણી પ્રચાર સમયે જોવા મળતી કાર્યકરોની ભીડ, સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ, માસ્ક વિના થયેલો પ્રચાર કોરોનાને આમંત્રણ આપશે તેવી દહેશત તબીબોએ કરી વ્યક્ત હતી. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો હોવાનું પણ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાના કેસો અચાનક વધે નહીં, કોઈ શહેરીજનને આશંકા હોય તો ટેસ્ટ કરાવીને ઈલાજ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ (Ahmedabad) માં 16 સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ (Corona Test) માટે ટોમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) ના શિવરંજની ચારરસ્તા નજીક આવેલા ડી - માર્ટ પાસે કોરોના ડોમમાં 75 ટેસ્ટિંગ કીટ આપવામાં આવી હતી. વહેલી સવારે ડોમ શરૂ થતાની સાથે જ આશંકિત શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા પણ પહોંચ્યા હતા. અગાઉ સંપૂર્ણપણે ટેસ્ટીંગ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવમાં આવતા હતા. 

ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 283 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 264 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે 8,12,547 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 55,409 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. છે. જો કે બીજી તરફ રાજ્યમાં આજે બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 08 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ પણ 97.72 ટકા જેટલો થઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news