ઔવેસી કોંગ્રેસ પર વરસ્યા, કહ્યું: હાર્દિક કોંગ્રેસ છોડીને ગયો ત્યારે અમારી પાર્ટીના નેતાને પૂછીને ગયા છે?
માંગરોળમાં અસદુદ્દીન ઔવેસીએ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યુ અને શાપુર ગામે એક જાહેર સભા કરીને કૉંગ્રેસ ભાજપને આડે હાથ લઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાનાં ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેવી વાત સાથે માંગરોળના લોકો પાસે જન સમર્થન માંગ્યું હતું.
Trending Photos
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસી જૂનાગઢ જિલ્લા માંગરોળમાં પહોંચીને રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કર્યું હતુ અને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
માંગરોળમાં અસદુદ્દીન ઔવેસીએ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યુ અને શાપુર ગામે એક જાહેર સભા કરીને કૉંગ્રેસ ભાજપને આડે હાથ લઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાનાં ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેવી વાત સાથે માંગરોળના લોકો પાસે જન સમર્થન માંગ્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમા દલિત આદિવાસી અને પછાત સમાજને સાથે રાખીને ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો.
આજે મુસ્લિમ સમાજને ભાજપ અને કોંગ્રેસ ટીકીટ આપતી નથી. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, AIMIM પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી કરતા કોંગ્રેસના પેટમાં દર્દ શરૂ થયું છે અને કોંગ્રેસ એ એવો પ્રચાર શરૂ કર્યો છે કે ભાજપને જીતાડવા માટે AIMIM પાર્ટી ગુજરાતમાં આવી છે, ત્યારે મારે કોંગ્રેસને પુછવાનું છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને જતો રહ્યો તેમાં અમારી પાર્ટીના નેતાને પૂછીને ગયા છે?
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના 12 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને નરેન્દ્ર મોદીની ગોદમાં બેસીને ચા પીવે છે, તેમા પણ અમારો કોઈ વાંક? આવા અનેક પ્રહારો કરીને અસદુદ્દીન ઔવેસીએ આગામી વિધાનસભા ચૂંટણી લડવા તૈયાર રહેજો તેવી હાકલ કરી હતી. જયારે આ સભામાં ઔવેસી સાથે AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ તેમજ મુંબઇના પૂર્વ ધારાસભ્ય વારીસ પઠાણ સહીતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ જાહેરસભામા અસદુદ્દીન ઔવેસીએ ત્રિપલ તલાક અને હિજાબ સહીત જ્ઞાનવાપી મસ્જિદનો મુદો ઉછાળ્યો હતો અને બાબરી મસ્જિદ આજે છીનવી લીઘી અને હજૂ અનેક મસ્જિદ છીનવવાની કોશીશ થઇ રહી છે ત્યારે કોંગ્રેસ આ મુદે કઈ બોલવા તયાર નથી. જયારે ચૂંટણી આવશે ત્યારે સેક્યુલરના નામે વોટ માંગશે ત્યારે અસદુદ્દીન ઔવેસીએ આગામી ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને માંગરોળથી તેની શરૂઆત થશે તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે