કેનેડામાં સારા પેકેજની નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, 49 વર્ષથી કેનેડામાં રહેતા ગુજરાતીની મોટી સલાહ

Study Abroad : કેનેડામાં એક નોકરી માટે 200 લોકો લાઈનમાં ઉભા છે.... કેનેડામાં રોજગારીની શું સ્થિતિ છે તે વિશે ટ્રેડ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયાના હેમંત શાહે આપી માહિતી 

કેનેડામાં સારા પેકેજની નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, 49 વર્ષથી કેનેડામાં રહેતા ગુજરાતીની મોટી સલાહ

Jobs In Canada : હાલ કેનેડા અને અમેરિકા જવા માટે લોકોનો રાફડો ફાટ્યો છે. આ બંને દેશોમાં જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખવા તૈયાર થાય છે. અમેરિકામાં સરળતાથી પીઆર અને વિઝા મળતા ન હોવાથી હવે ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. આ દેશ પણ ગુજરાતીઓને મોસ્ટ વેલકમ કહી રહ્યો છે. કારણ કે, કેનેડામાં કામ કરતા લોકોમાં ચોથા ભાગના વિદેશીઓ છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. પરંતુ જો તમે બહુ કેનેડા કેનેડા કરતા હોવ તો કેનેડામાં નોકરીની શોધ લગાવતા ઢગલાબંધ ભારતીયોનો વીડિયો ચોંકાવી દે તેવો છે. આ બાદ અમે કેનેડામાં હાલ શુ સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 

ભારતીયો અને આશાઓ લઈને ગુજરાતીઓ આવે છે, ત્યારે કેનેડામાં નોકરીની શું અછતની ચર્ચા વચ્ચે ટ્રેડ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયાના હેમંત શાહે જણાવ્યું કે, હું 49 વર્ષથી કેનેડામાં રહું છું. ગુજરાતીઓને માત્ર ટોરેન્ટોમાં જ જવુ હોય છે. પરંતુ કેનેડા બહુ મોટું છે. ત્યા અનેક સ્ટેટ છે, અને ત્યાં અનેક તકો રહેલી છે. જો ટોરન્ટોમાં વધુ રશ હોય તો એક નોકરી માટે આટલી ઢગલાબંધ લોકો આવે તેવી શક્યતા વધુ છે. કારણ કે, ટોરન્ટો કેનેડાની ફાઈનાન્શિયલ કેપિટલ છે. 

વિદ્યાર્થીઓ એવી જગ્યાએ નોકરી કરવા તૈયાર થાય છે જ્યા ભણતર એળે જાય છે. ગુજરાતીઓ પિઝા આઉટલેટ, કોફી શોપમાં કામ કરતા થઈ ગયા છે. ત્યારે હેમંત શાહ જણાવે છે કે, કેનેડામાં આવી કોઈ સ્થિતિ નથી. હાલના વિદ્યાર્થીઓની સ્થિતિ એવી છે કે, તેઓ ગમે ત્યા ભણ્યા હોય, પરંતુ તેઓએ કેનેડાનું અંગ્રેજી શીખવું અને ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન શીખવુ બહુ જ જરૂરી છે. કેનેડામાં આવીને ભલે કોઈ નાનો કે મોટો કોર્સ કર્યો હોય, પરંતું ત્યાનું અંગ્રેજી શીખી લેવુ જરૂરી છે. તમારા પ્રોફેશનમાં અહી પણ નોકરી મળી રહે છે, પરંતુ તેના માટે મહેનત કરવી પડે છે. કેનેડાની કંપનીઓ અહી લોકોને પૂછે છે કે, તમને કોઈ ક્લીનિકલ અનુભવ છે કે નહિ. ત્યારે નાનો મોટો કોર્સ નહિ પરંતુ અંગ્રેજી સુધારો, ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન સ્કીલ સુધારો. આનાથી તમને નોકરી મળી જશે. ભારતથી આવતા નવા ઈમિગ્રન્ટ્સ પિઝ્ઝ હટ, મલ્ટીપ્લેક્સ જેવી ઓડ જોબ્સ કરે છે. સારી નોકરી માટે મહેનત કરવી પડે છે.  

ગુજરાતી યંગસ્ટર્સે આંધળી દોટ  માંડી છે કે ટોરન્ટો જ જવુ છે. કેનેડામાં બીજા અનેક સ્ટેટ છે. કેમ ગુજરાતીઓ ત્યા જવા માંગતા નથી. ગુજરાતીઓને ગરમ પ્રદેશમાં રહેવુ છે. ઠંડા પ્રદેશમાં નથી રહેવું. તેથી ટોરન્ટોમાં ગુજારતીઓના ટોળેટોળા જામે છે. જે ગુજરાતી સ્ટુડન્ટ અહીથી જાય છે તેના સંબંધીઓ બધા જ ટોરન્ટોમાં છે. તેથી ટોરન્ટોમાં ગુજરાતીઓની ભીડ જામે છે. ગુજરાતીઓ સમાજમાંથી બહાર નીકળવા માગતા નથી. તેથી ટોરન્ટોમાં એક જોબ માટે 200 એપ્લિકેશન આવે છે, પરંતુ તમે બીજા સ્ટેટમાં જશો તો તમને નોકરીની એટલી સ્પર્ધા નહિ મળે. 

 

કેનેડામાં નોકરી શોધતા ભારતીયોનો વીડિયો વાયરલ
હાલ કેનેડાથી જે વીડિયો આવ્યો છે તે જોઈને તમારા સપના ચકનાચૂર થઈ જશે. ભલે કેનેડામાં દર વર્ષે ઢગલાબંધ વેકેન્સી ખૂલતી હોય છે, પરંતુ રિયલ પિક્ચર એવુ છે કે, કેનેડામાં હાલ ભારતીયોને નોકરી માટે તંગી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભારતીયો હવે કેનેડા જઈ રહ્યા છે, તેથી હવે ત્યા નોકરીની તંગી થઈ રહી છે. આ વીડિયો એક પંજાબી યુવકે શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેનેડામાં નોકરી માટે લાંબી લાઇનો લાગી છે. જેમાં મોટા ભાગે ભારતીયો જ લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યાં છે. કેનેડામાં લાખો રૂપિયા ખર્ચીને જતા ગુજરાતીઓને નોકરી માટે ફાંફા થઈ રહ્યાં છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની શોધ કરી રહ્યાં છે. એક નોકરી માટે ઢગલાબંધ ભારતીય વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે. આટલી ભીડ તો આપણા દેશમાં પણ કોઈ નોકરી માટે હોતી નથી. વાયરલ વિડીયોમા લોકોની નોકરી માટેની લાઇનોનો છે. જેમાં એક પંજાબી યુવક કેનેડાનું અસલી પિક્ચર બતાવી રહ્યો છે. કેનેડામાં ગયેલા ગુજરાતીઓને હવે બહુ જ સ્ટ્રગલ કરવી પડી રહી છે. 

લોકોને એમ લાગે છે કે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ અને લોકો વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. પરંતુ હકીકત એવુ નથી. તેથી જો તમે લાખો ખર્ચીને અને ઉછીના લઈને કે લોન લઈને કેનેડા ગયા હોય તો ખાસ વાંચી લેજો, નહિ તો પસ્તાશો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news