BJP Gujarat Politics: વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે 'અચ્છે દિન', જાણો દિગ્ગજ નેતાઓ માટે ભાજપનો શું છે પ્લાન

BJP Gujarat Politics: ગુજરાતમાં નો રીપિટ થિયરી લાગુ થવાથી લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના અચ્છે દિન આવવાના છે. હાલના સમયે ભૂતપૂર્વ બનીને ઘરે બેઠેલા બંને નેતાઓને ઓગસ્ટમાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઈ રહેલી બેઠક માટે બંને નેતાઓના નામ સૌથી આગળ છે. 

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સુધી બંને નેતા હતા ધારાસભ્ય

  • હાલમાં બંને નેતા કોઈપણ સદનમાં સભ્ય નથી

    નો રીપિટ થિયરીના કારણે બંને નેતાને ટિકીટ ન મળી

    વિજય રૂપાણી અને નીતિન પટેલ હતા સરકારનો ચહેરો

Trending Photos

BJP Gujarat Politics: વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે 'અચ્છે દિન', જાણો દિગ્ગજ નેતાઓ માટે ભાજપનો શું છે પ્લાન

BJP Gujarat Politics: ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી અને નીતિન પટેલનો એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.

ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે:
ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે. જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે. વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.

રાજ્યસભામાં ગુજરાતના સાંસદો:
1. રામ મોકરિયા, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
2. રમીલાબેન બારા, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
3. નરહરિ અમીન, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
4. પરસોત્તમ રૂપાલા, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
5. મનસુખ માંડવિયા, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
6. સુબ્રમણ્યમ જયશંકર, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
7. જુગલજી ઠાકોર, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
8. દિનેશચંદ્ર અનાવડિયા, સાંસદ, ભારતીય જનતા પાર્ટી
9. શક્તિસિંહ ગોહિલ, સાંસદ, કોંગ્રેસ
10. અમી યાજ્ઞિક, સાંસદ, કોંગ્રેસ
11. નારણ રાઠવા, સાંસદ, કોંગ્રેસ

કોનો કાર્યકાળ ક્યારે પૂરો થશે:
નામ                               પાર્ટી             કાર્યકાળ
રામ મોકરિયા                    ભાજપ            2026
રમીલાબેન બારા                ભાજપ            2026
નરહરિ અમીન                   ભાજપ           2026
પરસોત્તમ રૂપાલા              ભાજપ            2024
મનસુખ માંડવિયા              ભાજપ            2024
સુબ્રમણ્યમ જયશંકર           ભાજપ           2023
જુગલજી ઠાકોર                   ભાજપ           2023
દિનેશચંદ્ર અનાવડિયા         ભાજપ            2023
શક્તિસિંહ ગોહિલ             કોંગ્રેસ              2026
અમી યાજ્ઞિક                      કોંગ્રેસ            2024
નારણ રાઠવા                     કોંગ્રેસ             2024

2024માં ફરી ખાલી થશે બેઠક:
ઓગસ્ટ 2023માં જ્યાં 3 બેઠક ખાલી થઈ રહી છે. તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એપ્રિલમાં બીજી 4 બેઠકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. કોંગ્રેસમાંથી પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હાલમાં રાજ્યસભામાં છે. જ્યારે ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા રાજ્યસભામાં છે. બંને નેતાઓ ફરી રીપિટ થાય તેવી શક્યતા છે. એવામાં બીજેપી કોંગ્રેસના કબજાવાળી રાજ્યસભાની બેઠક પર લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના બે નેતાને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં બીજેપીની પ્રચંડ જીત પછી જૂન 2026માં બીજેપી તમામ 11 બેઠકો પર કબજો કરી લેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news