અમદાવાદ: BRTS બસે એક્ટિવા ચાલકને ફંગોળતા થયુ મોત, ડ્રાયવરની ધરપકડ
શહેરમાં બેફામ ગતિએ ચાલતી બીઆરટીએસ બસના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે શાસ્ત્રીનગરના પલ્લવ સર્કલ પાસે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે એક્ટિવા ચાલક અને કારને અડફેટમાં લીધાં હતાં, જેમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલ બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે બીઆરટીએસના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ ચાલતી બીઆરટીએસ બસના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે શાસ્ત્રીનગરના પલ્લવ સર્કલ પાસે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે એક્ટિવા ચાલક અને કારને અડફેટમાં લીધાં હતાં, જેમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલ બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે બીઆરટીએસના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
રવિવારે મોડી રાતે શંભુસિંહ નામનો વ્યક્તિ એક્ટિવા પર પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે તેમને પલ્લવ સર્કલ પર અકસ્માત સર્જાયો હતો. શંભુસિંહ અંકુરથી પલ્લવ સર્કલ તરફ જવાના રોડ પર જતા હતા ત્યારે એઇસી સર્કલથી આરટીઓ જવાના રૂટ પર પુરઝડપે બીઆરટીએસ બસ આવતી હતી. પલ્લવ સર્કલ પર બીઆરટીએસના ડ્રાઇવરે બ્રેક મારવાની જગ્યાએ પુર ઝડપે રોડ ક્રોસ કરવાની કોશિશ કરી હતી. તે વખતે શંભુસિંહ અને અન્ય એક કાર બસની અડફેટમાં આવી હતી.
ગુજરાતના આ ચાર મહારથીને મળી લોકસભા ચૂંટણી માટે મહત્વની જવાબદારી
બસની સ્પીડ એટલી વધારે હતી કે, એક્ટિવા બસની નીચે કચડાઇ ગયું હતું. જ્યારે કાર રેલીંગ સાથે અથડાઇ હતી. બીઆરટીએસના આ ભયંકર અકસ્માતમાં શંભુસિંહનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલ ચાર વ્યકિતઓ પૈકી બે વ્યકિતઓને ઇજા પહોંચી હતી. આ ઘટના જોઇને સ્થાનિકો દોડી આવ્યા હતા.
શંભુસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા તો કારમાં બેઠેલ વ્યકિતઓને પણ સ્થાનિકોએ બહાર કાઢીને તેમની સારવાર માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી. અકસ્માતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઊમટી પડયાં હતાં.
અમદાવાદ: મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષણ માટે 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
બીઆરટીએસના ચાલકો સામે ઉશ્કેરાયેલા ટોળાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પોલીસ ઉશ્કેરાયેલા ટોળાને વેરવિખેર કરીને બીઆરટીએસના ડ્રાઇવર વિરુદ્ધમાં આઇપીસી 304 (અ) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ટ્રાફિકના બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, બસનો ડ્રાઇવર ઝુંડાલ સર્કલ આવેલ બીઆરટીએસના ક્વાર્ટરમાં રહે છે.
ઇશા અંબાણીના લગ્ન બાદ કોકીલાબેન સોમનાથ દાદાના શરણે
પોલીસે મોડી રાતે બીઆરટીએસના ડ્રાઇવર ચિરંજીલાલ મરતાજી બોડરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચિરંજીલાલ મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને હાલ બીઆરટીએસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જયારે મૃતક શંભુસિંહ મુળ રાજસ્થાનનો છે અને અમદાવાદના ઓગણજ ખાતે છેલ્લા ઘણા સમયથી પત્ની સાથે રહે છે. દસ વર્ષ પહેલાં તેનાં લગ્ન થયાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે