નવરાત્રીમાં નવો ટ્રેંડ: ધૂમ મચાવશે બુલેટ ટ્રેન, Save Lion, અને મોદીનું સ્વચ્છતા મિશન

નવાઇની વાત તો એ છે કે આ નવરાત્રીમાં યુવાઓમાં હાથ અને પીઠ પર સેવ લાયન, બુલેટ ટ્રેન અને નરેન્દ્ર મોદી મેઇક ઇન ઇન્ડિયાનાં સ્વચ્છતા મિશન અને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસના ટેટૂ દોરવવાનો ડિમાન્ડમા છે.

નવરાત્રીમાં નવો ટ્રેંડ: ધૂમ મચાવશે બુલેટ ટ્રેન, Save Lion, અને મોદીનું સ્વચ્છતા મિશન

નીતિન ગોહેલ, ભાવનગર: આવતીકાલથી નવરાત્રી ઉત્સવ પ્રારંભની શરૂઆત થઇ રહી હોવાથી ખેલૈયાઓ આખરી ઓપ આપી રહ્યા છે. આદ્યશકિતમાં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થવાને આરે છે. આયોજકો પૂર જોશમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રીમાં લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે. યુવાઓમાં હાથ અને પીઠ પર સેવ લાયન, બુલેટ ટ્રેન અને નરેન્દ્ર મોદી મેઇક ઇન ઇન્ડિયાનાં સ્વચ્છતા મિશન અને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસના ટેટૂ દોરવવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડની સાથે આમ જનતામાં પણ ટેટૂની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.

નવરાત્રીમાં ખેલૈયાઓ ભીડમાંથી અલગ દેખાવવા માટે શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. માત્ર યુવાનો જ નહી ટેટૂની ફેશન યુવતિઓમાં પણ પ્રચલિત થઈ છે. ખેલૈયાઓ ટેટૂ બનાવવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતા વિચારતા નથી. જો કે, વર્ષો જુની છુંદણાં છુંદાવવાની પરંપરા હવે ટેટુના રૂપમાં ફેશન બની ગઇ છે. મેળામાં છુંદણા હજુ પણ છુંદતા જોવા મળે છે, પરંતુ હવે તેનું મોર્ડન અને સ્વચ્છ સ્વરૂપ ટેટુ સ્ટુડિયોમાં જોવા મળી રહ્યું છે.
navaratri-tatoo-1

નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબામાં દરેકથી અલગ દેખાવા માટે ટેટૂ દોરવાની તૈયારીમાં લાગી ગયા છે. આજે શહેરના મોટાભાગના ટેટૂ આર્ટિસ્ટ ટેટૂ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. પણ નવાઇની વાત તો એ છે કે આ નવરાત્રીમાં યુવાઓમાં હાથ અને પીઠ પર સેવ લાયન, બુલેટ ટ્રેન અને નરેન્દ્ર મોદી મેઇક ઇન ઇન્ડિયાનાં સ્વચ્છતા મિશન અને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસના ટેટૂ દોરવવાનો ડિમાન્ડમા છે.

એવું નથી કે ફક્ત ગર્લ્સ જ ટેટૂ ઇન કરાવે છે. પણ હવે બોયઝમાં ટેટૂ ઇન કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને સેવ લાયન, સ્વચ્છતા મિશન, બુલેટ ટ્રેઈન તેમજ ઝરીવાળા ટેટૂ અને સ્ટીકરવાળા ટેટૂ લગાવવાનું પ્રમાણ વધ્યું છે. યંગ ગર્લ કે બોય ટ્રેડિશનલ ડિઝાઇન કરાવવાનું વધુ પસંદ કરે છે. ટેમ્પરરી ટેટુ બસ્સો રૃપિયાથી લઇને એક હજાર સુધીનું હોય છે. જ્યારે પરમેનન્ટ ટેટુ એક હજારથી લઇને પચ્ચીસ પચાસ હજાર સુધીનું હોય છે. અત્યારે ડિઝાઇનીંગ ટેટુ, થ્રીડી ટેટુ, પોટ્રેટ અને જૂના ટેટુ પર કવર અપ કરવાનું પ્રમાણ વધ્યું છે.
navaratri-tatoo-2

ખાસ કરીને ઇન્ડીયન ટ્રેડિશનલમાં ભગવાન, ઓમ, ક્રિષ્ના, ત્રિશૂળ વગેરેનું પ્રમાણ વધ્યું છે. આ વર્ષે ગર્લ્સમાં સ્ટીકર અને કલર ટેટુ જેમાં સેવ લાયન અને બુલેટ ટ્રેન હોટફેવરિટ છે. કારણકે સ્ટીકર ટેટૂ એક વીક સુધી ચાલે છે. વળી નવરાત્રી વખતે દરરોજના ડ્રેસીસ પ્રમાણે તેમાં સ્પાર્કલ કે ફેબ્રીક કલરથી ચેન્જ પણ કરી શકાય છે. જ્યારે બોયઝમાં ઝરીવાળા સ્ટીકર ટેટુ ઇનડિમાન્ડમાં છે. બોયઝ પોતાના હાથ, બાય શેપ, ટ્રાય શેપ પર ટેટુ ઇન કરાવે છે કે પછી સ્ટીકર લગાવે છે.

કેટલાક ગળા પર સ્ટીકર ટેટૂ લગાવે છે. ગર્લ્સ માથામાં ટીક્કાના બદલે જરદોશી અને ડાયમંડ વર્કવાળા ટેટુ લગાવવાનું પસંદ કરે છે. સાથે સાથે મલ્ટીપલ યુઝેબલ ટેટુની પણ ડિમાન્ડ છે. પહેલાં ગર્લ્સ ફૂલવેલનું ટેટૂ ચિતરાવતી હતી. જ્યારે બોયઝ કોટી પહેરે ત્યારે તેઓના હાથ ખુલ્લા રહે છે. જેથી પોતાની જાતને એક્ટ્રેક્ટ બનાવવા કલરફૂલ ટેટૂ ચિતરાવે છે. હાલમાં ઇલેક્શન માહોલ હોવાથી કેટલાંક યંગસ્ટર્સ પોતાની મનપસંદ પાર્ટીના સિમ્બોલીક ટેટુ ઇન કરાવે છે.
navaratri-tatoo-3

નવ-નવ દિવસ સુધી મન મૂકીને રાસોત્સવ મનાવવા શહેરના યુવા હૈયાં થનગની રહ્યા છે. ત્યારે નવરાત્રી મંડળો, અર્વાચીન ગરબા આયોજકો અને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ ચાલતા દાંડિયા કલાસીસમાં બાળકોથી માંડીને યુવાઓ નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. જ્યારે ગરબી મંડળો દ્વારા અગાઉથી આપવામાં આવતી પરંપરાગત ગરબાની તાલિમ પણ આખરી તબકકામાં પહોંચી છે.

બીજી તરફ ખેલૈયાઓનાં ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્મેન્ટના બજારમાં પણ ગરમાવો આવ્યો છે. ખેલૈયાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને બસ, હવે નવરાત્રીનો પ્રારંભ થાય એટલી જ વાર જોઈને બેઠા છે. જો કે, નવરાત્રિના દિવસોની રાતો રંગબેરંગી ચણિયાચોળીથી છવાઈ જાય છે. શહેરની મોર્ડન યુવતીઓ એ દિવસોમાં જિન્સ, સ્કર્ટ અને બીજા મોર્ડન ડ્રેસ છોડીને ચણિયાચોળી પહેરે છે.
navaratri-tatoo-4

ત્યારે એવું લાગે છે જાણે ગુજરાતની પરંપરા ગરબાના માંડવે હિલોળા લઈ રહી છે. ચારે તરફ ઘેરવાળા ચણિયા એટલે કે ઘાઘરા છવાઈ જશે. થોડા દિવસો માટે એવું લાગશે કે પરંપરાગત ગુજરાત પાછું ફરી આવ્યું છે. ચણિયા ચોળીમાં સજેલી શહેરની છોરીઓ ગામડાની ગોરીઓ જેવી અને જેટલી સુંદર લાગે છે એટલી તો એ એમના મોર્ડન ડ્રેસમાં પણ સારી નથી લાગતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news