ગુજરાતની હવામાં મોત છે, કેગના રિપોર્ટમાં હવા પ્રદૂષણથી મોતનો થયો ચોંકાવનારો ખુલાસો
CAG Report : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો કે, 2019 માં હવા પ્રદુષણથી દેશભરમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. પ્રદૂષણની અસર ગુજરાતના ઉદ્યોગધંધાને પણ પડી
Trending Photos
ગૌરવ પટેલ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે સતત બીજા દિવસે કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો. વિધાનસભા ગૃહના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં પ્રદૂષણથી મોત અંગે મોટો ખુલાસો કરાયો છે. રિપોર્ટ અનુસાર, 2019 માં હવા પ્રદુષણથી દેશભરમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. સાથે જ રિપોર્ટમાં કહેવાયુ કે, કોરોનાના લોકડાઉનના ગાળામાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો હતો.
હવા પ્રદુષણ નિયંત્રણ અંગેનો કેગનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરાયો છે. જે મુજબ, 2014-15 થી 2020-21 દરમિયાન ગુજરાતમાં હવા પ્રદુષણ અંગે ઓડિટ કરાયુ હતું. જેમાં ઘટસ્ફોટ થયો કે, 2019 માં હવા પ્રદુષણથી દેશમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. પ્રદૂષણની અસર ગુજરાતના ઉદ્યોગધંધાને પણ પડી છે. પ્રદૂષણથી દેશના વેપારને વર્ષે 95 અબજ ડોલરનું નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર, રાજ્યમાં હવાની ગુણવત્તામાં બગાડ જણાયો છે.
કેગના રિપોર્ટમાં હવા પ્રદુષણ અંગે જીપીસીબીની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. રિપોર્ટમાં નોંધ્યુ કે, લોકડાઉનના સમયગાળામાં ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. પરંતુ વાયુ પ્રદૂષણ કાબૂન કરવામાં જીપીસીબી નિષ્ફળ ગયુ છે. જીપીસીબી ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદુષણની દેખરેખ ના કરતું હોવાની કેગે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. જીપીસીબી 14 શહેરો અને 62 મથકોની આસપાસમાં જ હવાની ગુણવત્તાની દેખરેખ કરી હતી. પરંતું હવા પ્રદૂષણ ફેલાવતા વિસ્તારોમાં જીપીસીબીએ ગુણવત્તાની દેખરેખ ના કરી.
પ્રદુષણ ફેલાવતા એકમોમાં ઓનલાઈન દેખરેખ વ્યવસ્થા સ્થાપવામાં જીપીસીબી નિષ્ફળ ગયુ છે. 6 વર્ષમાં 67 એકમોમાં ઓનલાઈન વ્યવસ્થા ના થઇ અને અન્યોના ડેટા પણ ઉપલબ્ધ ના કરાયા. 30900 ઉદ્યોગો, 42 હજાર એકમો, 34 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 21 બાયો મેડિકલ વેસ્ટની દેખરેખની જવાબદારી જીપીસીબીની હતી. જે તે યોગ્ય રીતે કરી ન શક્યું. બાંધકામની પ્રવૃતિઓ, ઘન કચરો, ઈંટોના ભઠ્ઠા, પથ્થર ક્રશર, લાકડાની લાટી અને કોલ્ડ સ્ટોરેજ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. અમદાવાદ-ગાંધીનગરમાં ઘન કચરાનો અવૈજ્ઞાનિક નિકાલ હવા પ્રદુષણનું કારણ
સાથે જ રિપોર્ટમાં કહેવાયું કે, પૂરતા સ્ટાફના અભાવે જીપીસીબી યોગ્ય કામગીરી ના કરી શક્યું. રાજ્યમાં વધી રહેલ પ્રદુષણ સામે સરકારે જીપીસીબીની 223 જગ્યાઓ નાબૂદ કરી. હાલ જીપીસીબી માત્ર 505 કર્મીઓ સાથે કામ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે