જન્મદિવસના એક દિવસ પહેલા જ યુવકનું મોત, કાર અકસ્માત બાદ આગમાં જીવતો ભુંજાયો
બાયડ- દેહગામ રોડ પર કાર અકસ્માત (Car Accident) સર્જાયો છે. દેહગામના (Dahegam) સોલંકીપુરા પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી
Trending Photos
ઝી મીડિયા/ બ્યૂરો: બાયડ- દેહગામ રોડ પર કાર અકસ્માત (Car Accident) સર્જાયો છે. દેહગામના (Dahegam) સોલંકીપુરા પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં કાર ચાલક અને બાયડના તેનપુરનો આશાસ્પદ યુવક સળગીને ભડથું થઈ ગયો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ (Dahegam Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
અરવલ્લીના (Aravalli) બાયડ તાલુકાના તેનપુર ગામનો રહેવાસી કિશન રાજેશભાઈ પટેલ તેની સ્વીફ્ટ કારમાં (Swift Car) તેના મિત્રને મળવા જઇ રહ્યો હતો. તે દરમિયાન દહેગામના સોલંકીપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટકરાતા કિશનની કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ (Car Accident) બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ કારમાં અચાનક આગ (Fire) ભભૂકી ઉઠી હતી. જો કે, અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ કારના દરવાજા લોક થઈ જતાં કારનો દરવાજો ખુલી શક્યો ન હતો.
આ પણ વાંચો:- રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 1100 ને પાર આંકડો, 3 દર્દીના મોત
જો કે, ગણતરીની મિનિટોમાં જ આગે (Fire) રુદ્ર સ્વરૂપ ધારણ કરતા તેમાં કિશન જીવતો ભુજાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ (Fire Brigade Team) સ્થળ પર દોડી આવી હતી પરંતુ તેઓ પહોંચે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ સાથે દહેગામ પોલીસ (Dahegam Police) પણ ત્યાં આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કિશન રાજેશભાઈ પટેલનો આવતીકાલે એટલે કે, 18 માર્ચ 2021 ના રોજ જન્મદિવસ હતો. પરંતુ, કિશન તેનો જન્મ દિવસ ઉજવે તે પહેલા જ તેને કાળ ભરખી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે