ભારતના પ્રવાસ પહેલા PM મોદીના 'ફેન' થયા જોનસન, કહ્યું- જળવાયુ પરિવર્તન સામે કર્યું શાનદાર નેતૃત્વ
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારતના પ્રવાસ પહેલા પીએમ મોદીની ખુબ પ્રશંસા કરી છે. જોનસને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં શાનદાર નેતૃત્વ કરવાને લઈને પીએમ મોદીના વખાણ કર્યા છે.
Trending Photos
લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (Boris Johnson) ભારતના પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની ખુબ પ્રશંસા કરી છે. જોનસને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં શાનદાર નેતૃત્વ કરવાને લઈને પીએમ મોદીની પ્રશંસા કરી છે. મહત્વનું છે કે બોસિર જોનસન આગામી મહિને એટલે કે એપ્રિલમાં ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ પહેલા ભારતના ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બન્યા હતા, પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો પ્રવાસ સ્થગિત થઈ ગયો હતો.
જોનસને પીએમ મોદીનો માન્ય આભાર
પીએમ જોનસને કહ્યુ કે, આગામી મહિને તેમની નવી દિલ્હીની યાત્રા દરમિયાન મિત્રની સાથે વાર્તાના એજન્ડાામાં સતત ભવિષ્ય માટે બ્રિટન અને ભારતના સંયુક્ત દ્રષ્ટિકોણ સહિત અનેક મુદ્દા સામેલ હશે. ડિઝાસ્ટર રેસીલેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ (ICDRI) ને સંબોધિત કરતા જોનસને તેની યજમાન કરવાને લઈને મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આગામી મહિને ભારત આવી રહ્યાં છે જોનસન
આ સંમેલનનું ડિજિટલી માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યુ છે. જોનસને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ લડાઈમાં નવીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રમાં શાનદાર નેતૃત્વને લઈને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી અને ભારતના નેતૃત્વમાં તથા બ્રિટનની સહ-અધ્યક્ષતામાં સીડીઆરઆઈની શ્રેષ્ઠ પહલનું સ્વાગત કર્યુ છે. જોનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવી તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે